બગસરામાં મહોરમના દિવસે ગુમ થયેલી મહિલાનું ‘હાંડપિંજર’ મળી આવ્યું

બગસરાના હુડકો વિસ્તારમાંથી હાડપિંજર મળી આવતા ચકચાર મચી હતી. આ હાજપિંજર તાજીયા દરમિયાન ગુમ થયેલી અસ્થિર મગની મહિલાના હોવાનું તારણ વ્યકત કરવામાં આવી રહ્યું છે.…

બગસરાના હુડકો વિસ્તારમાંથી હાડપિંજર મળી આવતા ચકચાર મચી હતી. આ હાજપિંજર તાજીયા દરમિયાન ગુમ થયેલી અસ્થિર મગની મહિલાના હોવાનું તારણ વ્યકત કરવામાં આવી રહ્યું છે. જો કે મૃતદેહને ભાવનગર એફએસએલમાં ખસેડવામાં આવ્યો છે.

બગસરામાં તારીખ 26 ના રોજ તાજીયા ઝુલુસ દરમિયાન વિજય ચોકમાંથી હમીદાબેન હનીફભાઇ ભટ્ટી (ઉ.વ.60) શહેરના હુડકો કોલોની રહેતા હતા જે ખોવાઈ ગયા હતા. આ અંગે સમાજના અગ્રણીઓ તેમજ તેમજ આ મહિલાના ઘરના સભ્યો દ્વારા પોલીસ સ્ટેશન અરજી કરવામાં આવેલી હતી.

જ્યારે આજે આ મહિલાનું શહેરના હુડકો વિસ્તારમાં આવેલા નરસીંગ સ્કૂલની પાછળની સાઈડથી હાડપિંજર મળી આવતા શહેરમાં ચકચાર મચી ઉઠ્યો છે. જયારે આ બાબતની જાણ પોલીસને થતા તત્કાલ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચીને પ્રથમ આ હાડપિંજરને બગસરા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

ત્યારબાદ આ હાડપિંજરને ભાવનગર એફએસએલ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ મહિલાનું હાડપિંજર કોઈ જંગલી જનાવરે ખાધેલું હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. જ્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *