ખીરસરામાં તમે ખરાબો વાળિયો છે તેમ કહી વીડિયો ઉતારી આધેડ ઉપર બેલડીનો હુમલો

શહેરની ભાગોળે આવેલા ખીરસરા ગામે રહેતાં આધેડને બે શખ્સોએ તમે ખરાબો વાળ્યો છે તેમ કહી વિડિયો ઉતાર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યો…

શહેરની ભાગોળે આવેલા ખીરસરા ગામે રહેતાં આધેડને બે શખ્સોએ તમે ખરાબો વાળ્યો છે તેમ કહી વિડિયો ઉતાર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, લોધિકાના ખીરસરા ગામે રહેતાં ભીખાભાઈ માધાભાઈ સાગઠીયા નામના 48 વર્ષના આધેડ બપોરના અગિયારેક વાગ્યાના અરસામાં ખીરસરા ચોકડી પાસે હતાં ત્યારે ભરત સોલંકી અને તેના ભત્રીજા શ્યામ સોલંકીએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા ભીખાભાઈ સાગઠીયાની તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં ભીખાભાઈ સાગઠીયા સાથે હુમલાખોર કાકા ભત્રીજાએ તમે ખરાબો વાળ્યો છે. તેમ કહી વિડિયો ઉતારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *