જામનગરની શ્યામ ટાઉનશિપમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈ

જામનગરમાં નવરાત્રીનો મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે, પરંતુ ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપમાં રહેતી છ મહિલાઓ ગરબા રમવાના બદલે જુગાર રમવાની લતે ચડી ગઈ…

જામનગરમાં નવરાત્રીનો મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે, પરંતુ ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપમાં રહેતી છ મહિલાઓ ગરબા રમવાના બદલે જુગાર રમવાની લતે ચડી ગઈ હતી, અને ગંજીપાનાનો જુગાર રમતાં પકડાઈ છે.

જામનગરના સિટી બી.ડિવિઝન ના પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી ના આધારે ગુલાબ નગર નજીક આવેલી શ્યામ ટાઉનશીપ વિસ્તારના ગઈકાલે સાંજે નવરાત્રી ના બંદોબસ્ત ના ભાગરૂૂપે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યાં કેટલીક મહિલાઓ ગોળ કુંડાળું વળીને ગરબા રમવાના બદલે ગંજી પાના વડે જુગાર રમતાં જોવા મળી હતી.

આથી પોલીસે ગંજીપાના નો જુગાર રમી રહેલી ડિમ્પલબેન કપિલભાઈ ગઢીયા, હર્ષિદાબેન ભીખુભાઈ મકવાણા, રેશમાબેન કાસમ ભાઈ સંધિ, પૂજાબેન હિતેશભાઈ ભુવા, દક્ષાબેન અરવિંદભાઈ મારુ અને અંકિતાબેન અમિતભાઈ કડીવાર ની અટકાયત કરીલઈ તેઓ પાસેથી રૂૂપિયા પાંચ હજારની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *