શહેરમાં ન્યુ લાલબહાદુર મેઇન રોડ પર રહેતા રિક્ષા ચાલક યુવાને ભાડાના 70 રૂપિયાની ઉઘરાણી કરતા ફૂટના ધંધાર્થી સહિતના શખ્સોએ તુ રૂપિયા કેમ માંગ માંગ કરે છે. તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ન્યુ લાલબહાદુર મેઇન રોડ પર રહેતા અને રિક્ષા ચાલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા વિજયભાઇ દિનેશભાઇ વાગડીયા (ઉ.વ.45)એ ફૂટના ધંધાર્થી ગોપાલભાઇ પાસે બાકી ભાડાના રૂપિયા 70ની માંગણી કરતા ગોપાલ સહિતના શખ્સોએ તુ રૂપિયા કેમ માંગ માંગ કરે છે. તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં મોચી બજારમાં રહેતા ફારુકભાઇ મહમદભાઇ ચૌહાણ (ઉ.વ.43) મચ્છી માર્કેટ પાસે હતા. ત્યારે હાજી મહેબુબ ચૌહાણ, ફારુક કાસમભાઇ ચૌહાણ અને નવાઝ મહેબુબભાઇ ચૌહાણ સહિતના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. ફારુકભાઇ ચૌહાણને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત ફારુકભાઇના પુત્ર મોહમદને આઠ દિવસ પહેલા મહેબુબના પુત્ર સાથે સામુ જોવા મુદ્દે ઝઘડો થયો હતો. જેના સમાધાન માટે હાજી ચૌહાણને ફોન કરતા હથિયારો સાથે ધસી આવી હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
