પંચશીલ સોસાયટીમાં રહેતો અને સુઝુકીમાં નોકરી કરતો 23 વર્ષીય યુવાન સોમવારે મોડીરાત્રે મિત્રો સાથે રાજસ્થાન ફરવા જવાનું કહીને ઘેરથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થયો હતો જેનો મૃતદેહ જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક તળાવમાંથી મળી આવ્યો હતો. સાથે રહેલા ચાર મિત્રએ યુવાન પાણીમાં પડી ગયાની પોલીસ સમક્ષ કહાની જણાવી હતી.જયારે મૃતકના પરિવારે આ બનાવમાં હત્યાની શંકા વ્યક્ત કરતા કાઈમ બ્રાન્ચે નામચીન બુટલેગરના પુત્ર સહિત ચાર શખ્સને ઉઠાવી લઈ આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે
મળતી વિગતો મુજબ સુઝુકી કંપનીમાં નોકરી કરતો જય પ્રભાતભાઈ ખંભારા સોમવારે રાત્રે તેના ચાર મિત્ર સાથે રાજસ્થાન જવા નીકળ્યો હતો.
અને તેની લાશ જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક તળાવમાંથી મળી આવ્યો હતો. જય પ્રભાતભાઈ ખાંભલા ઓટોમોબાઈલ શો રૂૂમમાં કામ કરે છે. તે ઘરેથી તેના મિત્રો કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર નામીચો જેનિસ, અજય ઉર્ફે સદામ, ભાવિન પટેલ અને ઋત્વિક પરમાર સાથે રાજસ્થાન જવાનું કહી નીકળ્યો હતો. બાદ જય જે શો રૂૂમમાં કામ કરે છે તે શો રૂૂમના મેનેજરે કોલ કરીને જય પરાપીપળીયાના તળાવમાં ડૂબી ગ્યો છે તેવો તેના મિત્રોનો ફોન આવ્યો હતો તેવી જાણ પરીવારને કરી હતી. જેથી પરિજનો તાત્કાલિક પરાપીપળીયા તળાવે પહોંચ્યા હતા.
મૃતકના કાકા સુરેશ ખંભારાએ હત્યાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જેમના પર આક્ષેપ છે તે જેનીશ મહાજન નામચીન બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર છે અને તેના વિરુદ્ધ અનેક ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન અંધારું થઇ જતા જયનો મૃતદેહ મળ્યો ન હતો અને આજે સવારે ફરી 6 વાગ્યાથી ફાયર વિભાગે શોધખોળ કરતા જયનો મૃતદેહ મળી આવ્યો હતો. જયના મિત્રોએ સોમવારે રાત્રે બનાવ બન્યો હતો તો મંગળવાર સાંજ સુધી કેમ અમને કે પોલીસને જાણ ન કરી તે સવાલ અમને સતાવી રહ્યો છે. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ હર્ષાબા ગઢવી સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના પાછળનું સાચું કારણ બહાર લાવવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમાં જયનું ડૂબી જવાથી મોત થયાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. આ મામલે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહીત ક્રાઈમ બ્રાંચે જયના ચારેય મિત્રોની પુછપરછ કરી હતી. જોકે આ મામલી કોઈ શંકાસ્પદ બાબત જાણવા મળી નથી ત્યારે આ બનાવ આકસ્મિક મોતનો હોવાની સ્પષ્ટ થઇ રહ્યું છે.
અજ્ઞાત કાર પીછો કરતી હોવાની શંકાએ કાર ભગાવી, રસ્તો નહીં મળતા કાર રેઢી મૂકી ભાગ્યા
પાંચ મિત્રએ રાજસ્થાન જવા સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે લીધી હતી. ત્યારબાદ મંગળવારે બપોરે 4.30 વાગ્યે સુઝુકી કંપનીમાંથી મેનેજરનો મામાને ફોન આવ્યો હતો કે જય ગઈકાલે રાત્રે પરાપીપળિયાના તળાવમાં પડી ગયો છે તેવો તેના મિત્રનો ફોન આવ્યો હતો. આથી તેના મિત્રો જેનિશ મહાજન, સદામ, ભાવિન પટેલ અને ઋત્વીક પરમારને લઇને પરાપીપળિયા તપાસ કરવા પહોંચ્યા હતા ત્યારે. તેના મિત્રોએ કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે 2.13 વાગ્યે પુનિતનગરથી 10થી 15 શખ્સ અમારી પાછળ લાઈટ મારતા પીછો કરતા હોય અમને મારવા આવી રહ્યાની ભીતિએ અમે ભાગ્યા હતા અને પરાપીપળિયા ગામમાં ઘૂસી જતા અને ત્યાં રસ્તો બંધ થઇ જતા કાર રેઢી મૂકીને ખેતરોમાં ભાગ્યા હતા.જ્યાં તળાવમાં જય પડી ગયો હતો.
