ચાર વખતની ચેમ્પિયન જર્મની 2026 ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. યુરોપિયન દિગ્ગજોને રાઉન્ડ ઓફ 32માં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી આઘાતજનક હારનો સામનો કરવો પડ્યો. આજે (ભારતીય માનક સમય) રમાયેલી મેચમાં વધારાના સમય પછી સ્કોર 1-1 થી બરાબર રહ્યો. શૂટઆઉટમાં કાઈ હાવર્ટ્ઝ, નિક વોલ્ટેમાડે અને જોનાથન તાહ તેમના શોટને ગોલમાં ક્ધવર્ટ કરવામાં નિષ્ફળ ગયા.
પેરાગ્વે માટે એન્ટોનિયો સનાબ્રિયા અને ફેબિયન બાલ્બુએના તેમની પેનલ્ટી ચૂકી ગયા, પરંતુ જોસ કાનાલે નિર્ણાયક પેનલ્ટી ગોલ કરીને પેરાગ્વેને તેનો પ્રથમ વર્લ્ડ કપ નોકઆઉટ વિજય અપાવ્યો હતો પેરાગ્વે સામેની હાર પહેલા જર્મનીએ ફિફા વર્લ્ડ કપમાં ક્યારેય પેનલ્ટી શૂટઆઉટમાં હાર મેળવી નહોતી. ફોક્સબરોના જીલેટ સ્ટેડિયમમાં આ પ્રભાવશાળી રેકોર્ડ તૂટી ગયો હતો. જર્મની પરની આ જીત પેનલ્ટી શૂટઆઉટ દ્વારા પેરાગ્વેની બીજી વર્લ્ડ કપ જીત પણ હતી. અગાઉ પેરાગ્વેએ 2010 ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16માં જાપાનને પેનલ્ટી શૂટઆઉટ પર હરાવ્યું હતું. બોસ્ટન સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પેરાગ્વેએ 42મી મિનિટે લીડ મેળવી હતી અને હાફટાઇમ સુધી 1-0થી આગળ હતું.
બીજા હાફમાં જર્મનીએ 54મી મિનિટે કાઈ હાવર્ટ્ઝના હેડરથી બરાબરી કરી હતી. ત્યારબાદ નિયમન સમય અને 30 મિનિટના વધારાના સમયમાં કોઈ ગોલ થયો ન હતો. વધારાના સમય દરમિયાન VAR ચેક બાદ જોનાથન તાહનો ગોલ ફાઉલ કરવામાં આવ્યો હતો. જોસે કાનાલેએ પેરાગ્વે માટે વિજેતા પેનલ્ટી ફટકારી હતી. આ વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલી વાર જર્મની પેનલ્ટી શૂટઆઉટમાં હારી ગયું. પેરાગ્વેએ ફક્ત બીજા પ્રયાસમાં જ પોતાનો બીજો પેનલ્ટી શૂટઆઉટ જીત્યો. 1992માં FIFA રેન્કિંગ શરૂૂ થયા પછી આ પરિણામને નોકઆઉટ તબક્કામાં ચોથો સૌથી મોટો અપસેટ માનવામાં આવે છે. પેરાગ્વે હાલમાં FIFA રેન્કિંગમાં 41મા ક્રમે છે, જ્યારે જર્મની 10મા ક્રમે છે. બંને ટીમો વચ્ચે 31 સ્થાનનો તફાવત છે.
