જેતપુરમાં હિટ એન્ડ રન: કારખાનેથી પરત ફરતા કારખાનેદારને કાળ ખેંચી ગયો

જેતપુરમાં રહેતાં કારખાનેદાર પોતાનું બાઈક લઈ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં…

જેતપુરમાં રહેતાં કારખાનેદાર પોતાનું બાઈક લઈ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા કારખાનેદાર વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જેતપુરમાં આવેલી રાજેશ્રી સોસાયટીમાં રહેતાં ધીરજલાલ જીવરાજભાઈ વડોદરીયા નામના 72 વર્ષના વૃધ્ધ બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાના કારખાનેથી બાઈક લઈ ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે સરદાર ચોક પાસે પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં માળીયા મીયાણાના ઘુંઘલ ગામે રહેતા મુકેશભાઈ હરખાભાઈ દેલવાડીયા (ઉ.45) રાત્રીના સમયે પોતાનું બાઈક લઈ ઘુંઘલ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે બાઈક જેસીબી સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક પ્રૌઢનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *