દૂધ લેવા જતા યુવાને ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થયુ’તુ
શાપરના પડવલામાં રહેતા યુવાન દૂધ લેવા જતો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતું. જે અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નીજપતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરના પડવલામાં રહેતો મુકેશ બાબુભાઇ મારડીયા નામનો 42 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પડવલા ગામના ગેઇટ પાસેથી અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જયા યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બેભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. મુકેશ મારડીયા દૂધ લેવા જતો હતો. ત્યારે બાઇક સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
