શાપરમાં તારે અહી નહીં આવવાનું તેમ કહી પાટણવાવના આધેડને ત્રણ શખ્સે માર માર્યો
મોરબીમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર દારૂડિયા શખ્સોએ કુહાડા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં કુબેર ટોકીઝ પાસે રહેતો સુનિલ ધમાભાઇ વાઘેલા (ઉ.વ.35) પોતાના ઘર પાસે હતો. ત્યારે દારૂના નશામાં ગાળો બોલતા શખ્સોને ગાળો બોલવાની ના પાડતા રઘુવીર, વિક્રમ, દેવા અને હિંમત વાઘેલાએ ઝઘડો કરી કુહાડા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં પાટણવાવમાં રહેતા અમૃતભાઇ બાબુભાઇ રાણવા નામના 54 વર્ષના આધેડ ગઇકાલે શાપરમાં ઇબ્રાહીમભાઇ ની ઓફિસે બેઠા હતા. ત્યારે અશ્ર્વિન સહિતના શખ્સોએ તારે અહી નહીં આવવાનું તેમ કહી પાઇપ અને બેલા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
