રાજકોટ-સુરત-જામનગરમાં GSTના દરોડા

છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમો સક્રિય બની છે. અરડોઇ ગામ નજીક આવેલી મેટલ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડી મોટી…

છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમો સક્રિય બની છે. અરડોઇ ગામ નજીક આવેલી મેટલ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડી મોટી જીએસટી ચોરી પકડવામાં આવી છે. આ ઉપરાંત સુરત અને જામનગરમાં પણ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ જીએસટી વિભાગની ટીમે શાપર નજીક અરડોઇ ગામ પાસેની એક મેટલ ઇન્ડસ્ટ્રીમાં તપાસ હાથ ધરી હતી. લગભગ પાંચ-છ દિવસની તપાસ બાદ બિલ વિનાની બીનહિસાબી ખરીદીઓ સામે આવી છે. સૂત્રો અનુસાર આ કેસમાં રૂૂ. 2 કરોડથી વધુની ટેક્સ ચોરી ઝડપી લેવામાં આવી છે અને વસૂલાતની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.

સુરતમાં જીએસટી વિભાગે પોતાના સૌથી મોટા ઓપરેશનમાં 550થી 600 કરોડના બોગસ બિલિંગનું કૌભાંડ ઉઘાડું પાડ્યું છે. સરકારી કોન્ટ્રાક્ટરો, કોલસા, સિમેન્ટ અને સળિયાના વેપારીઓ સહિત અમદાવાદ, સુરત અને રાજકોટના વેપારીઓ સંડોવાયેલા છે. અનેક વેપારીઓએ જીએસટી નંબર લીધા બાદ ટૂંકા સમયમાં મોટા ટ્રાન્ઝેક્શન કરીને દુકાન બંધ કરી દીધી હતી અને ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી. વિભાગ હાલ રિકવરીની પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે.

જામનગરમાં બ્રાસ ઉદ્યોગમાં ચાલતી બોગસ બિલિંગની ફરિયાદોના આધારે સ્ટેટ જીએસટીની 20 જેટલી ટીમોએ એકીસાથે દરોડા પાડ્યા છે. જામનગર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં મોટા ભંગાર વેપારીઓ અને પેઢીઓ પર તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીથી કરચોરી કરનાર વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અનેક વેપારીઓ મોબાઈલ બંધ કરીને છુપાવા લાગ્યા છે. પ્રાથમિક તપાસમાં કરોડો રૂૂપિયાના જીએસટી ચોરીના કૌભાંડની શક્યતા છે.

રાજકોટ જીએસટી વિભાગે અનેક એકમોમાં મોટા પાયે કરચોરીની આશંકા વ્યક્ત કરી છે અને વડી કચેરીને દરખાસ્તો મોકલી છે. મંજૂરી મળતાં જ વધુ દરોડાનો દોર શરૂૂ થવાની સંભાવના છે. આવકવેરા વિભાગ પણ સક્રિય થયું છે અને રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોમાં કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે. આ તમામ કાર્યવાહીઓથી ગુજરાતમાં ટેક્સ ચોરી અને બોગસ બિલિંગ વિરુદ્ધ સરકારના કડક અભિગમનો સંકેત મળી રહ્યો છે. વેપારી વર્ગમાં ચર્ચા ચાલી રહી છે કે આવનારા દિવસોમાં વધુ કાર્યવાહી જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *