Re-NEETમાં કેમેસ્ટ્રીનું પેપર અઘરું, ફિઝિક્સનું લાંબુ નીકળ્યું

NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ હતી. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા યોજાઈ હતી. પેપર લીક થયા…

NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ હતી. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા યોજાઈ હતી. પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ હોવાથી તંત્રની પણ અગ્નિ પરીક્ષા થઈ હતી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર બપોરે 2 વાગ્યે પરીક્ષા શરૂૂ થઈ હતી. આ માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. ત્યારે સાંજે 5.30 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ હતી. જ્યારે એજ્યુકેશન એક્સપર્ટે કહ્યું- કટઓફ 520એ જઈ શકે છે. રાજકોટ શહેરમાં 5330 વિદ્યાર્થીઓમાંથી 4955 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જયારે 375 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.

રાજકોટની પ્રીમિયર સ્કૂલના નેહા દેસાઈએ જણાવ્યું હતું કે, આજનુંUG NEETનું પેપર મોડરેટથી અઘરું હતું. 3 મેના જે પેપર લેવામાં આવ્યું તેના કરતાં કેમેસ્ટ્રી એક લેવલ અપ હતું. ફિઝિક્સ ઘણું લાંબુ હતું. જોકે બાયોલોજીનું પેપર પ્રમાણમાં એવરેજ હતું. કેમેસ્ટ્રીમાં પાંચ જેટલા પ્રશ્નો એવા હતા કે જેના જવાબો જ વિદ્યાર્થીઓને આવડતા ન હતા. જેને લીધે હોશિયાર વિદ્યાર્થીઓને 4થી 5 તો અન્ય વિદ્યાર્થીઓને 15 જેટલા પ્રશ્નોના જવાબો લખવાના જ રહી ગયા.

રાજકોટની મોદી સ્કૂલના અલ્પેશ શાહે જણાવ્યું હતું કે, આજેUG NEETની પરીક્ષાનું પેપર લેવામાં આવ્યું તે વર્ષ 2025 ની તુલનામાં પણ અઘરું હતું. વર્ષ 2025 માં માત્ર ફિઝિક્સનું પેપર અઘરું હતું. જોકે આ વખતે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને પેપરો અઘરા હતા. બંને પેપરો મોડરેટથી અઘરા કહી શકાય. જ્યારે બાયોલોજીનું પેપર સરળ હતું. 3 મેના લેવામાં આવેલી પરીક્ષાની તુલનામાં આજનું પેપર અઘરું હતું. 3 મેની પરીક્ષાને જોતા કટઓફ 720 માંથી 620 હોવાની ધારણા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *