જામજોધપુરના ભોજાબેડી નજીક મેટાડોર પલટી જતા શ્રમિકોને ઈજા : સારવાર માટે ખસેડાયા

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામ નજીક મેટાડોર પલટી ખાઈ જતા છ થી સાત શ્રમિકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જે તમામ ને સારવાર માટે…

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામ નજીક મેટાડોર પલટી ખાઈ જતા છ થી સાત શ્રમિકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જે તમામ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામ નજીકથી એક માલવાહક મેટાડોરમાં કેટલાક શ્રમિકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક કોઈ કારણસર મેટાડોર પલટી ખાઈ જતા તેમાં મુસાફરી કરેલા છ થી સાત શ્રમિકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમયે ત્યાંથી પસાર થતાં કેટલાક રાહદારીઓ અને વાહન ચાલકો ઈજાગ્રસ્તોની મદદે આવ્યા હતા. અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. બનાવવાની જાણ થતા જ નાની પોલીસ કર્મચારીઓ પણ દોડી ગયા હતા અને પ્રાથમિક તપાસ શરૂૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *