37000 કરોડ (4 અબજ ડોલર)ના રેકોર્ડ આઇપીઓ માટે સેબી સમક્ષ ફાઇલીંગ કરાયું, 49મી AGMમાં મુકેશ અંબાણીની જાહેરાત, રિલાયન્સ ગ્રુપની અલગ અલગ કંપનીઓનો ચિતાર રજૂ કરતું અંબાણી પરિવાર
મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિજિટલ આર્મ જીયો પ્લેટફોર્મ્સ (JPL)એ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કરીને ભારતના ઈતિહાસમાં સૌથી મોટા આઈપીઓની તૈયારી શરૂૂ કરી છે. આ આઈપીઓ દ્વારા આશરે 4 અબજ ડોલર (લગભગ ₹37,000 કરોડ) જેટલી રકમ ઊભી કરવાની યોજના છે.
આ રિલાયન્સ ગ્રુપ તરફથી છેલ્લા લગભગ 20 વર્ષમાં આવનારો પ્રથમ આઈપીઓ છે (2006માં રિલાયન્સ પેટ્રોલિયમ પછી). આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ હશે, જેમાં 27 કરોડ શેર્સનું ઈશ્યુ કરવામાં આવશે, જે કંપનીના કુલ ઇક્વિટીના 2.9% જેટલું છે. આ આઈપીઓ જીયો પ્લેટફોર્મ્સને આશરે 138 અબજ ડોલર (₹13 લાખ કરોડ)નું વેલ્યુએશન આપી શકે છે.
જિયો પ્લેટફોર્મ્સે પેટન્ટ્સ દ્વારા નવતર સંશોધનના ક્ષેત્રમાં ફક્ત એક વર્ષની અંદર 340મા રેન્કથી 20મા રેન્ક સુધીની સિંહફાળ ભરી છે અને વિશ્વભરમાં ટોપ 20ની અંદર સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની બની છે. વૈજ્ઞાનિકો, ઈજનેરો અને નવતર સંશોધકોની અમારી બાહોશ ટીમે ભારતને ગર્વ અપાવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં, જિયો કામગીરીના એવા સ્તરે પહોંચી ગયું છે જેને અસાધારણ જ કહી શકાય. જિયોનો યુઝર બેઝ 524 મિલિયનને પાર કરી ગયો છે, જેણે પોતાની નં. 1 પોઝિશનને મજબૂત કરી છે. કંપનીના 5ૠ સબસ્ક્રાઈબરનો આંક 268 મિલિયનથી વધી ગયો છે જે ચીન પછીના કોઈ દેશમાં એક જ ઓપરેટર માટેનો સૌથી મોટો આંક છે, જેમાં ગત વર્ષે 77 મિલિયનનો ચોખ્ખો ઉમેરો થયો હતો.
ન્યુ એનર્જી બિઝનેસમાં રિલાયન્સ પ્લાન્ટના બાંધકામથી લઈને કમિશનિંગ થવાના તબક્કામાં પહોંચી ગયું છે. જામનગર ખાતે 5,000 એકરમાં ફેલાયેલું ’ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ’ વિશ્વની સૌથી સંકલિત સ્વચ્છ ઊર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમમાંનું એક છે. સોલાર પીવી સેલ અને મોડ્યુલ ઉત્પાદન લાઈન્સ કાર્યરત થઈ ગઈ છે. અનંત અંબાણીએ આ અંગે માહિતી આપી હતી કે બેટરી ગીગા ફેક્ટરીની ક્ષમતા વધારીને 120 GWh કરવામાં આવશે. રિલાયન્સે ગ્રીન એમોનિયા માટે સેમસંગ (Samsung CT) સાથે 3 બિલિયન ડોલરનો ઐતિહાસિક પુરવઠા કરાર પણ કર્યો છે. કચ્છનો શુષ્ક પ્રદેશ જ્યાં અમે 5,50,000 એકર કરતાં વધુ વિસ્તારમાં એક રિન્યુએબલ એનર્જી હબ વિકસાવી રહ્યા છીએ.
રિલાયન્સ રિટેલે તેની કામગીરીના 20 વર્ષ પૂર્ણ કર્યા છે અને તે 20,000થી વધુ સ્ટોર્સ સાથે એશિયાની સૌથી મોટી રિટેલર બની છે. નાણાકીય વર્ષ 2026માં રિટેલ બિઝનેસે ₹3,70,026 કરોડની ગ્રોસ રેવન્યુ નોંધાવી છે. ઈશા અંબાણીના નેતૃત્વમાં રિટેલ બિઝનેસ હવે અદ્યતન મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ અને નિકાસ પ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યો છે. આ બિઝનેસમાં તાજા ફળો, શાકભાજી અને પોષાય તેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જિયોમાર્ટ હવે 3,100થી વધુ સ્ટોર્સ સાથે ભારતનું સૌથી મોટું ક્વિક કોમર્સ નેટવર્ક બની ગયું છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન મતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય એક મિલિયન મહિલા સાહસિકોને સશક્ત બનાવવા ઉપરાંત બે લાખ યુવા ભારતીયોને રોજગારી મેળવવામાં મદદ કરવાનું તેમજ ગ્રામીણ પરિવર્તન માટે 23 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચવાનું છે. અમે આપણી કળા, કલાકારો અને કારીગરોને ટેકો આપવા સાથે ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પ્રેમ, આદર અને ગૌરવ સાથે આગળ વધારીએ છીએ.”
AIના ક્ષેત્રમાં ભારતને વર્લ્ડ લિડર બનાવવા નિરધાર
મુકેશ અંબાણીએ ’રિલાયન્સ ઈન્ટેલિજન્સ’ને કંપનીના નવા ગ્રોથ એન્જિન તરીકે જાહેર કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે માત્ર એઆઈ (AI)નો ઉપભોક્તા નહીં, પણ સર્જક અને વૈશ્વિક લીડર બનવું જોઈએ. કંપનીનો ઉદ્દેશ નફાકારક AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લેટફોર્મ બનાવવાનો છે, જેના માટે ગૂગલ, મેટા અને એનવીડિયા સાથે ભાગીદારી કરવામાં આવી છે. જિયોએ 22 ભારતીય ભાષાઓમાં સુલભ હોય તેવી એઆઈ સેવાઓ- JioBharatIQ, AI Vyapar, અને JioHealthIQચ વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. રિલાયન્સ ઈન્ટેલિજન્સ જામનગર ખાતે ભારતની સોવેરિન એઆઈ બેકબોન બનાવી રહી છે, જે સંપૂર્ણપણે સ્વચ્છ ઊર્જા દ્વારા સંચાલિત હશે. પ્રથમ 120 મેગાવોટ 2026ના અંત સુધીમાં શરૂૂ થશે, જે અદ્યતન NVIDIA GB300 GPUs થી સજ્જ હશે. આ ક્ષમતા રિલાયન્સને વિશ્વના સૌથી મોટા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ્સમાંનું એક બનાવશે.
