સોમનાથ-કોડીનાર માર્ગ પર ત્રણ વર્ષથી બ્રિજનું કામ અધ્ધરતાલ

વેરાવળ શહેરથી સોમનાથ, કોડીનાર અને ઊના તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મરામત હેઠળ હોવાથી હાલ તમામ નાના-મોટા વાહનોને વેરાવળ બંદર તરફથી પસાર થવું…

વેરાવળ શહેરથી સોમનાથ, કોડીનાર અને ઊના તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મરામત હેઠળ હોવાથી હાલ તમામ નાના-મોટા વાહનોને વેરાવળ બંદર તરફથી પસાર થવું ફરજિયાત બન્યું છે. જેના કારણે આ રસ્તા પર વાહનોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે.

આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં ફિશથી ભરેલા નાના-મોટા વાહનો પસાર થાય છે, જેના કારણે રસ્તા પર માછલીનું પાણી અને કચરો પડી રહે છે. પરિણામે રોડ ખૂબ ચીકણો બની જાય છે અને ઘણી વખત નાના વાહનો સ્લિપ થવાના બનાવો બને છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતા ખૂબ વધી ગઈ છે અને સ્થાનિક લોકો તથા મુસાફરો માટે ગંભીર જોખમ ઊભું થયું છે.

તે ઉપરાંત વેરાવળ બંદર રોડ પર રાત્રિના સમયે એક પણ યોગ્ય સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નથી, જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે અને અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે. આ ઓવરબ્રિજ ના કામગીરી ઝડપથી પૂર્ણ કરવાં વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે છતાં આ ખુબજ મહત્વ ના રસ્તા ની કામગીરી પુર્ણ કરવામાં આવતી નથી અને બંદર ના રસ્તા ઉપર મચ્છી ની ચીકાશ અને સાંકડા રસ્તા ને કારણે દિવસભર ટ્રાફીક રહે છે વેરાવળ થી સોમનાથ દર્શને આવતા યાત્રિકો ને પણ આ રસ્તા ઉપર થી પસાર થવું પડે છે જેથી ખુબજ હેરાન થાય છે તેમજ સાંકડા રસ્તા ને કારણે ટ્રાફીક ની સમસ્યા ને કારણે ઉના કોડીનાર થી આવતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફીક મા વારંવાર ફસાય છે.

આ બાબતે સામજીક કાર્યકર મેઘજીભાઈ ચાવડા દ્વારા કલેકટર,એસ પી,ફીશરીઝ ઓફીસર, સાંસદ અને ધારાસભ્ય સહિત ના ને રજૂઆત કરવામાં આવી કે વેરાવળ બંદર રોડ પર પૂરતી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે., રોડ પર થતી ફિશ તથા કચરાની નિયમિત સફાઈ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે., વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ટ્રાફિક સલામતી માટે જરૂૂરી પગલાં લેવામાં આવે., બંદર પરથી રોજ જવલો (માછલી) ખુલ્લી રીક્ષા માં જાય છે તે રીક્ષાઓ માંથી મચ્છી નું પાણી રોડ પર પડે છે અને રોડ ચીકણો બને છે જેથી રોજ 2 3 બાઈક સ્લીપ થાય છે અને લોકો ને ઇજા થાય છે સરકાર દ્વારા આ જવલા માછી મારી પાર બેન છે તો પણ આ જવલો કેમ મરાય છે તેની પણ તાપસ કરી કાયદેસર કર્યવાહી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *