જામનગરમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી અવસાન

જામનગર શહેરમાં વધુ એક યુવાનના હાર્ટ એટેકથી થયેલા અકાળ અવસાનના સમાચારથી શોકની લાગણી પ્રસરી છે. શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા અને મૂળ સમઢીયાળા ગામના વતની અનિરુદ્ધસિંહ…

જામનગર શહેરમાં વધુ એક યુવાનના હાર્ટ એટેકથી થયેલા અકાળ અવસાનના સમાચારથી શોકની લાગણી પ્રસરી છે. શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા અને મૂળ સમઢીયાળા ગામના વતની અનિરુદ્ધસિંહ વિરમદેવસિંહ ગોહિલ (ઉંમર 35 વર્ષ)ને ગઈકાલે સાંજે અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો.

પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા જરૂૂરી સારવાર આપવામાં આવી હોવા છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને સારવાર દરમિયાન તેમનું દુ:ખદ અવસાન થયું હતું. યુવાન વયે થયેલા તેમના નિધનથી પરિવારજનો, સ્નેહીજનો તેમજ રાજપૂત સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના અકાળ અવસાનના સમાચારથી ઓળખીતાઓમાં પણ દુ:ખની લાગણી ફેલાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *