ધોરાજી પંથકના ખેડુતો પાસે જણસીની ખરીદીના નામે 25.61 લાખની છેતરપીંડી

ધોરાજી તાલુકાના તોરણીયા ગામે સ્થાનિક ખેડૂતો સાથે પાકના વેચાણમાં લાખો રૂૂપિયાની છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો મોટો મામલો સામે આવ્યો છે. તોરણીયા ગામ ખાતે કાર્યરત ’મહાવીર…

ધોરાજી તાલુકાના તોરણીયા ગામે સ્થાનિક ખેડૂતો સાથે પાકના વેચાણમાં લાખો રૂૂપિયાની છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો મોટો મામલો સામે આવ્યો છે. તોરણીયા ગામ ખાતે કાર્યરત ’મહાવીર એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીના માલિક, મેનેજર અને એક દલાલે ભેગા મળીને ગામના ભોળા ખેડૂતોને જણસીના બજાર ભાવ કરતાં વધુ કિંમત આપવાની લાલચ આપી હતી. આ આખી ટોળકી ખેડૂતો પાસેથી લાખો રૂૂપિયાની કિંમતના ઘઉં, તુવેર અને સોયાબીન જેવા પાકની ખરીદી કરી, નાણાં ચૂકવ્યા વગર રાતોરાત ફરાર થઈ ગઈ છે. આ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ રૂૂ.25.61 લાખની છેતરપિંડીની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, તોરણીયા ગામના 56 વર્ષીય ખેડૂત કાંતિભાઈ નારણભાઈ ખીચડીયાએ આ મામલે મુખ્ય ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2025-26 ની સીઝન દરમિયાન કાંતિભાઈએ પોતાની વાડીમાં ઘઉંનું મસમોટું ઉત્પાદન મેળવ્યું હતું. આ દરમિયાન ગામમાં જ આવેલી ’મહાવીર એન્ટરપ્રાઇઝ’ ના માલિક જયદિપભાઈ ભગવાનજીભાઈ સાણંદીયા, મેનેજર વિપુલ ચુનીલાલ દેલવાડીયા અને જૂનાગઢના ચોકી ગામના દલાલ શૈલેષભાઈ હરીભાઈ ડોબરીયાએ ખેડૂતોનો સંપર્ક કર્યો હતો.

દલાલ શૈલેષભાઈએ કાંતિભાઈની વાડીએ આવી ઘઉંનું સેમ્પલ જોઈ રૂૂ.460 પ્રતિ મણ (20 કિલો) નો ઉંચો ભાવ નક્કી કર્યો હતો અને સાત-આઠ દિવસમાં નાણાં ચૂકવવાનો વાયદો કર્યો હતો. ગત 15 મે 2026 ના રોજ દલાલ આઇસર ગાડી લઈને આવ્યો હતો અને કાંતિભાઈના રૂૂ.4,54,250 ની કિંમતના કુલ 19,750 કિલો ઘઉં ભરીને કાચી ચિઠ્ઠી આપી ગયો હતો. જો કે, વાયદા પ્રમાણે રૂૂપિયા ન મળતાં જ્યારે ખેડૂતે દલાલને ફોન કર્યો, ત્યારે ખબર પડી કે પેઢીનો માલિક જયદિપ સાણંદીયા પોતાનો ફોન બંધ કરીને ઘર છોડી ભાગી ગયો છે. જયદિપ સાણંદીયા ભાગી ગયાની વાત વાયુવેગે ગામમાં પ્રસરતા અન્ય ખેડૂતો પણ ચોંકી ઉઠ્યા હતા.

તપાસ કરતા જાણવા મળ્યું કે આ ટોળકીએ માત્ર કાંતિભાઈ જ નહીં, પણ તોરણીયા અને મોટી પરબડી ગામના અન્ય નવ જેટલા ખેડૂતો સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હતી. જેમાં મુખ્યત્વે: શક્તિસિંહ જાડેજાના રૂૂ.2,34,000/- બાકી રાખ્યા તેમજ ભરતભાઈ ખિચડીયાના રૂૂ.2,32,500 ના ઘઉં લીધા, પ્રદિપભાઈ સાણંદીયાના રૂૂ.2,88,125, મુકેશભાઈ ડોબરીયાના રૂૂ.1,33,750 અને પ્રફુલભાઈ ખિચડીયાના ઘઉં-સોયાબીન મળી રૂૂ.1,70,707 બાકી રાખ્યા. આ ઉપરાંત ભગવાનજીભાઈ સાણંદીયા, મહીપતભાઈ વાંક, અરવિંદભાઈ સાણંદીયા અને જયદિપભાઈ વાંક પાસેથી પણ લાખો રૂૂપિયાના ઘઉં અને તુવેરની ખરીદી કરી પેઢીના સંચાલકો ફરાર થઇ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા.

ખેડૂતોએ લાંબા સમય સુધી પેઢીના માલિકનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ જયદિપભાઈ સાણંદીયા, શૈલેષભાઈ ડોબરીયા અને વિપુલ દેલવાડીયા વિરૂૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *