ઉનાની સરકારી હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આખલાનો અડીંગો, તબીબો-દર્દીમાં ભયનો માહોલ

ઉનાની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે બે આખલાઓ બાખડ્યા હતા. જેથી ભારે નાસભાગ મચી ગઈ હતી. આખલા યુદ્ધ દરમિયાન એક આખલો હોસ્પિટલના મુખ્ય બિલ્ડિંગમાં ઘૂસી…

ઉનાની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે બે આખલાઓ બાખડ્યા હતા. જેથી ભારે નાસભાગ મચી ગઈ હતી. આખલા યુદ્ધ દરમિયાન એક આખલો હોસ્પિટલના મુખ્ય બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો, જેના કારણે દર્દીઓ અને ઉપસ્થિત લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શરૂૂ થઈ હતી, જ્યાં બે આખલા લડી રહ્યા હતા.

આ યુદ્ધ એટલું ભયાવહ હતું કે, કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું. આખલાઓના આક્રમક વર્તનથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
આખલા યુદ્ધ દરમિયાન, એક આખલો હોસ્પિટલના પ્રવેશદ્વારથી અંદર પ્રવેશી ગયો અને સીધો એક તબીબની ચેમ્બર સુધી પહોંચી ગયો હતો.

સદનસીબે, ચેમ્બર બંધ હોવાથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. હોસ્પિટલની અંદર આખલાને જોઈને દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મહામુસીબતે આખલાને હોસ્પિટલમાંથી બહાર કાઢી કમ્પાઉન્ડ તરફ ધકેલવામાં આવ્યો હતો, ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ઉના શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલા યુદ્ધની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. આ ઘટના પહેલા સાંજના સમયે કંસારી બાયપાસ પાસે પણ આખલા યુદ્ધ જોવા મળ્યું હતું, જેના કારણે હાઈવે પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ઘટનાઓ ન બને તે માટે જવાબદાર તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવા અત્યંત જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *