મોરબીમાં સિંચાઇ વિભાગની ઘોર બેદરકારી: સફાઇ વિના કેનાલમાં પાણી છોડાતા રસ્તામાં જળબંબાકાર

મોરબી શહેરમાં મચ્છુ -2 સિંચાઈ યોજનાના અધિકારીઓ અને જવાબદાર પાણી છોડનાર કર્મચારીઓની ગુન્હાહિત બેદરકારીને કારણો મહામુલા લાખો લીટર પાણીનો બેફામ વેડફાટ થતા વગર ચોમાસે રવાપર…

મોરબી શહેરમાં મચ્છુ -2 સિંચાઈ યોજનાના અધિકારીઓ અને જવાબદાર પાણી છોડનાર કર્મચારીઓની ગુન્હાહિત બેદરકારીને કારણો મહામુલા લાખો લીટર પાણીનો બેફામ વેડફાટ થતા વગર ચોમાસે રવાપર કેનાલ રોડ પાણી પાણી થઈ ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.વહેલી સવારે જ સ્વાગત ચોકડી અને આજુબાજુના વિસ્તારમાં છલકતી કેનાલના પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબી શહેરની વચ્ચેથી પસાર થતી મચ્છુ 2 સિંચાઈ યોજનાની કેનાલને કવર કરવા માટેની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે તેવા સમયે જ કેનાલની સફાઈ કરી ન હોવા છતાં ખેડૂતોને આગોતરા વાવેતર માટે કેનાલમાં પાણી છોડવામાં આવતા રવાપર કેનાલ રોડ પર વહેલી સવારથી પાણી કેનાલની બહાર નીકળી રોડ પર ભરાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, કેનાલ પર આરસીસી વર્કને કારણે અગાઉ મહાનગર પાલિકા દ્વારા સિંચાઈ વિભાગને કેનાલ સાફ કરવા સૂચના આપવા છતાં પણ કેનાલની યોગ્ય સફાઈ ન થવાથી આજે મચ્છુ ડેમનું મહામુલું લાખો લીટર પાણી રસ્તા ઉપર ફરી વળતા અસંખ્ય વાહન ચાલકોને હાલાકીનો ભોગ બનવી પડ્યું હતું.સ્વાગત ચોકડી નજીકતો ચોમાસા જેવા માહોલમાં કાંડા ડૂબ પાણી ભરાઈ ગયા હતા.જો કે, રસ્તાઓ પાણી પાણી થઈ જવા છતાં સિંચાઈ વિભાગે કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરવાનું પણ મુનાસીબ સમજ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *