મહિલા અમ્પાયર પર અભદ્ર ટિપ્પણી બદલ ટેનિસ ખેલાડીને 72 લાખનો દંડ

ફ્રેન્ચ ઓપન 2026 માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટના આયોજકોએ પેરાગ્વેના ટેનિસ ખેલાડી એડોલ્ફો ડેનિયલ વાલેજો પર મહિલા અમ્પાયર વિરુદ્ધ વિવાદાસ્પદ અને લિંગભેદ…

ફ્રેન્ચ ઓપન 2026 માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટના આયોજકોએ પેરાગ્વેના ટેનિસ ખેલાડી એડોલ્ફો ડેનિયલ વાલેજો પર મહિલા અમ્પાયર વિરુદ્ધ વિવાદાસ્પદ અને લિંગભેદ આધારિત ટિપ્પણી કરવા બદલ 65,000 યુરો (આશરે 72 લાખ રૂૂપિયા) નો ભારે દંડ ફટકાર્યો છે. આ આકરો દંડ વાલેજોની આ ટૂર્નામેન્ટની કુલ કમાણીના લગભગ અડધા ભાગ જેટલો છે.

આ સમગ્ર વિવાદ ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડની મેચ બાદ શરૂૂ થયો હતો. આ રાઉન્ડમાં પેરાગ્વેના એડોલ્ફો ડેનિયલ વાલેજો અને ફ્રાન્સના યુવા ખેલાડી મોઇસ કુઆમે વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. લગભગ પાંચ કલાક સુધી ચાલેલી આ પાંચ સેટની થકવી નાખતી મેચમાં વાલેજોનો પરાજય થયો હતો. મેચ હાર્યા બાદ ગુસ્સામાં વાલેજોએ બ્રાઝિલના મહિલા અમ્પાયર એના કાર્વાલ્હોની નકારાત્મક ટીકા કરી હતી. તેણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, એક પુરુષે આ રીતે મેચનું સંચાલન કરવું જોઈએ.

એક મહિલા માટે આ કામ કરવું ખૂબ મુશ્કેલ છે. ફ્રેન્ચ ઓપનના ડિરેક્ટર એમેલી મૌરેસ્મોએ વાલેજોના આ નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને તેની સામે આકરા નાણાકીય દંડની પુષ્ટિ કરી હતી. મૌરેસ્મોએ જણાવ્યું કે, ટેનિસ કોર્ટ પર આ પ્રકારનું વર્તન તદ્દન અસ્વીકાર્ય છે. અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આવા ભેદભાવયુક્ત નિવેદનો માટે અમારી ટૂર્નામેન્ટમાં કોઈ સ્થાન નથી. ફ્રેન્ચ ઓપનના નિયમો અનુસાર બીજા રાઉન્ડમાં પહોંચનારા ખેલાડીને 1,30,000 યુરોની ઈનામી રકમ મળે છે, પરંતુ આ દંડને કારણે વાલેજોની કમાણી હવે સીધી અડધી થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *