ભાવનગર જિલ્લાના તળાજા પંથકના જે પેટ્રોલપંપો ઉપર પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલ મેળવવા રાત દિવસ પડાપડી,હડિયાપટ્ટીયું જોવા મળતી હતી,ઉગ્ર વાતાવરણ સર્જાતું હતું,ખાખી નો બંદોબસ્ત ગોઠવવા ની ફરજ પડીહતી એ પેટ્રોલ પમ્પો ઉપર ત્રણેક દિવસથી સાવશાંતિ જોવા મળીરહી છે.અ.ઈ ચેમ્બરમાં બેસીને બંદોબસ્ત માટેના કરેલા હુકમો રદ થવા જોઈએ જેના બદલે આજે પણ બંદોબસ્ત શરૂૂ રાખવામાં આવ્યોછે!.
6 દિવસ ચાલે તેટલું ડીઝલ તળાજા પંથકમાં 6 કલાકમાં વેચાઈ જતું હતું.ખેડૂતો ને ડીઝલ નથી મળતું,ખેતી કેમ કરવી,તેવા શબ્દો તળાજા પંથકના કોઇ પણ પેટ્રોલ પમ્પો ઉપર જાઈએ તો સાંભળવા મળતા હતા.ખરેખર એ વેદના કરતાંય સંગ્રહખોરો અને કાળા બજારીયા માટે અવસર બની ગયો હતો. જે દીવસ ડીઝલ માટે લાઈનો લાગતી હતી,પેટ્રોલ પમ્પના સંચાલકો રીતસર સંગ્રહખોરી થઈ રહ્યા નું અનુભવી રહ્યા હતા ત્યારે તેઓના શબ્દો હતાકે ડીઝલ ની તળાજા પંથકમાં એટલી સંગ્રહખોરી થઈ છે કે બે ત્રણ મહિના સુધી બેસવાનો વખત અમારે આવશે.આ સ્થિતિ છેલ્લા ત્રણેક દિવસ થી જોવા મળી રહીછે.પેટ્રોલ પુરાવા અમુક બાઇકો તો આવે છે પણ ડીઝલ પંપ ખાલી પડ્યાછે.
પેટ્રોલપંપ ના સંચાલક મુર્તુઝાભાઈ એ જણાવ્યું હતું કે 24 કલાકમાં 100 લીટર ડીઝલ વેચાયું નથી.બીજી તરફ સરકારી બાબુઓએ કાયદો વ્યવસ્થા જાળવવા માટે વન લાઈન ઓર્ડર કરી દીધો હતો કે તા.1 સુધી ખાખીનો બંદોબસ્ત આપવોજ!.પગાર તો સરકારી તિજોરી માંથી થાય છે.
