મનપાની વેરા વળતર યોજનામાં રૂા.225 કરોડની વસૂલાત, 3.21 લાખ નાગરિકોએ લાભ લીધો

રાજકોટ મનપા દ્વારા એપ્રિલ મહિનામાં શરૂ કરેલી મિલકત વેરા વળતર યોજનાની આજે પૂણાહૂતિ થઇ છે. જેમાં મનપાને કુલા રૂા.225 કરોડની વસુલાત થઇ છે. આજથી એક…

રાજકોટ મનપા દ્વારા એપ્રિલ મહિનામાં શરૂ કરેલી મિલકત વેરા વળતર યોજનાની આજે પૂણાહૂતિ થઇ છે. જેમાં મનપાને કુલા રૂા.225 કરોડની વસુલાત થઇ છે. આજથી એક મહિના માટે હવે વળતર પ% ઘટાડી દેવામાં આવ્યુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27ના મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:07-04-2026થી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત શરૂૂ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.07/04/2026 થી તા.31/05/2026 સુધી 10% વળતર યોજના ચાલુ હતી તે દરમિયાન રૂૂ.225.71 કરોડ જેટલી વસુલાત થઇ જેમાં સેન્ટ્રલ ઝોન દ્વારા રૂૂ.74.40 કરોડ, વેસ્ટ ઝોન દ્વારા રૂૂ.106.72 કરોડ, ઈસ્ટ ઝોન દ્વારા રૂૂ.44.59 કરોડની વસુલાત થવા પામેલ છે.જેમાં કુલ 3,21,048 જેટલા મિલકતધારકોએ આ વળતર યોજનો લાભ લઈ વેરાની ભરપાઈ કરેલ છે. 1 જુન 2026 થી 30 જુન 2026 સુધી મહિલાઓ માટે 10% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *