ધોમધખતા તાપમાં પણ મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યૂ-મેલેરિયાના કેસ યથાવત

રાજકોટમાં ઉનાળાના ધોમધખતા તાપ વચ્ચે પણ મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં આવતો નથી. ડેન્ગ્યૂ અને મેલેરિયાના વધુ સતાવાર કેસ સામે આવ્યા છે. બપોરે 11 વાગ્યાથી ચાર વાગ્યા…

રાજકોટમાં ઉનાળાના ધોમધખતા તાપ વચ્ચે પણ મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં આવતો નથી. ડેન્ગ્યૂ અને મેલેરિયાના વધુ સતાવાર કેસ સામે આવ્યા છે. બપોરે 11 વાગ્યાથી ચાર વાગ્યા સુધી અંગદઝાળતી લુ વચ્ચે આવા આકરા તડકામાં પણ હજુ મચ્છરોનો ઉપદ્રવ ઓછો થયો નથી. મનપાની આરોગ્ય શાખાની ચેકિંગ ડ્રાઇવ દરમિયાન 197 જગ્યાએ મચ્છરોનું બ્રીડીંગ સેન્ટર જોવા મળ્યું હતું.

મચ્છરોનું ઉત્પતી સ્થાન બની જાય એવી બેદરકારી દાખવનાર આ તમામ જવાબદારોને નોટિસ ફટકારવામા આવી હતી. દરમિયાન રોગચાળાના અન્ય કેસમાં શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડ અને કમળા સહિત 1657 કેસ નોંધાયા છે. આ આંકડો માત્ર સિવિલ હોસ્પિટલ અને મનપાના આરોગ્ય કેન્દ્રોના જ છે. ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામા આવે તો રોગચાળાની સાચી ગંભીરતા સામે આવી શકે છે.

દરમિયાન રોગચાળાના કેસ અંગે આરોગ્ય શાખાએ જારી કરેલા અઠવાડિક રિપોર્ટમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતો હોવાનું સામે આવ્યું છે. શરદી-ઉધરસના 63પ, તાવના 711, ઝાડા-ઉલ્ટીના 305, ટાઇફોઇડના 3, કમળાના 3 સહિત કુલ 1657 કેસ નોંધાયા છે. જો કે આ આંકડા માત્રને માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલના આઉટ ડોર આંકડા છે. ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામા આવે તો રોગચાળાની ગંભીર સ્થિતિનો તાગ આપોઆપ નીકળી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *