અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા ખાન ખીજડીયા ગામે ખેતીક્ષેત્રમાં કામ કરતા ખેતમજૂર પરીવાર પર કરુણ ઘટના સામે આવતી જોવા મળી છે. ખાન ખીજડીયા ગામે વિજયભાઈ હીરપરાની વાડીએ રહી ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેતમજૂર પરીવારની સાત વર્ષનો વિજય નામનો દીકરો ચાલ્યો આવતો હોય ત્યારે અચાનક ત્રણ સ્વાન ત્યાં આવી તેના પર હીંચકારો હુમલો કરી તેને શરીરના અનેક ભાગે બાચકા ભરતા તે લોહી લુહાણ કર્યો હતો.તેની જાણ થતા ની સાથે જ તેને બચાવીને 108 મારફતે વડિયા સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા તેને જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો વાડી વિસ્તારમાં સ્વાનના આતંક થી ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આવા માનવ ભક્ષી સ્વાનની ટોળકી સતત બાળકોને શિકાર બનાવતી જોવા મળી છે
ત્યારે આ બાબતે કાર્યવાહી કરવી જરૂૂરી બને છે. જેથી વારંવાર આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય.થોડા સમય પેહલા ત્યા સાત વર્ષની દીકરીને શ્વાને બચકા ભરીને મોતને ઘાટ ઉતારી હતી તો તેં જ પરીવારની મોટી દિકરી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો અને તેને જૂનાગઢ સારવાર અર્થે ખાસેડાઈ હતી ત્યાર બાદ આજે ફરી આ ખેત મજુરના સાત વર્ષના નાના દીકરા પર હુમલો થતા તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાસેડવામાં આવ્યો છે. ત્યારે સ્વાનના સતત હુમલાથી ખાન ખીજડીયા ગામના વાડી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હોય તેમ ખેડૂતો અને ખેત મજૂરો આ શિકારી સ્વાન ટોળકી પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
