કચ્છના જખૌના દરિયાકાંઠેથી વધુ 11 ચરસના પેકેટ મળી આવ્યા

કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ…

કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ પરથી ચરસના 11 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક સુરક્ષા એજન્સીઓ ભારે સતર્ક બની છે.

આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં દેશવિરોધી પ્રવૃત્તિઓ અવારનવાર સામે આવતી રહે છે. BSFની ટીમ જ્યારે જખૌના ઇબ્રાહિમ બેટના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગ અને સર્ચ ઓપરેશન પર હતી, ત્યારે આ શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. તપાસ કરતા આ પેકેટો ચરસના હોવાનું બહાર આવ્યું છે.
મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવવો એ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો મોટો વિષય બન્યો છે.

ભૌગોલિક પરિસ્થિતિને કારણે કચ્છનો દરિયાકાંઠો અને ક્રીક વિસ્તાર ડ્રગ્સ સ્મગલિંગ માટે અત્યંત સંવેદનશીલ સાબિત થઈ રહ્યો છે. વારંવાર મળી રહેલા આ જથ્થા પાછળ સરહદ પારનું કયું આંતરરાષ્ટ્રીય નેટવર્ક સક્રિય છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *