આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક મોટો અને ચોંકાવનારો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. 40 બેઠકોવાળી આ પંચાયતમાં ભાજપ પાસે 33 બેઠકોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, પ્રમુખ પદની ખુરશી કોંગ્રેસના ફાળે ગઈ છે. પ્રમુખ પદ માટે ભાજપના મહિલા ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર અને જાતિ પ્રમાણપત્રના વિવાદને લીધે રદ થતાં, કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
આ સમગ્ર વિવાદનું મૂળ ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર હતું. ભાજપના ઉમેદવાર મયુરીબેન મૂળ મહારાષ્ટ્રના આદિવાસી છે અને તેમણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે મયુરીબેને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઇસ્યુ કરાયેલું જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ બાબતે કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દેવાહુતી સમક્ષ બંને પક્ષના વકીલોએ જોરદાર દલીલો કરી હતી.
આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક મોટો અને ચોંકાવનારો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે.
40 બેઠકોવાળી આ પંચાયતમાં ભાજપ પાસે 33 બેઠકોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, પ્રમુખ પદની ખુરશી કોંગ્રેસના ફાળે ગઈ છે. પ્રમુખ પદ માટે ભાજપના મહિલા ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર અને જાતિ પ્રમાણપત્રના વિવાદને લીધે રદ થતાં, કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ ઘટનાથી ભાજપની છાવણીમાં “ગઢ જીત્યો પણ ઘર હાર્યા” જેવો ઘાટ સર્જાયો છે, જ્યારે કોંગ્રેસમાં જશ્નનો માહોલ છે.
બંને પક્ષોને સાંભળ્યા બાદ ડીડીઓએ સ્પષ્ટ ચુકાદો આપ્યો કે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ અન્ય રાજ્યનું અનામત જાતિ પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય ગણી શકાય નહીં. આ કાયદાકીય અને ટેકનિકલ ખામીના આધારે અંતે ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલનું ઉમેદવારી ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું હતું.
ભાજપના ઉમેદવાર રેસમાંથી બહાર ફેંકાઈ જતાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીનું ફોર્મ માન્ય રહ્યું હતું. પરિણામે, બહુમતી ભાજપની હોવા છતાં આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના ગૌરીબેન તડવી બિનહરીફ વિજેતા બનશે તે નિશ્ચિત થઈ ગયું છે. ભાજપના મોંમાંથી આવેલો સત્તાનો કોળિયો છીનવાઈ જતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
