જેતપુર-આટકોટ-સુલતાનપુર-શાપરમાં પોલીસના દરોડા

710 બોટલ વિદેશી અને 600 લીટર દેશી દારુ સાથે ત્રણ શખ્સો ઝડપાયા, છ ફરાર રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસે અલગ-અલગ ચાર સ્થળોએ સપાટો બોલાવીને…

710 બોટલ વિદેશી અને 600 લીટર દેશી દારુ સાથે ત્રણ શખ્સો ઝડપાયા, છ ફરાર

રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસે અલગ-અલગ ચાર સ્થળોએ સપાટો બોલાવીને મોટા પાયે દેશી તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આ અલગ-અલગ કાર્યવાહીમાં રૂૂ.6.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ગુનામાં સંડોવાયેલા બૂટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.દરોડામાં 710 બોટલ વિદેશી દારૂૂ અને 600 લીટર દેશી દારૂૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જયારે છ શખ્સો ફરાર થઇ ગયા હતા.પ્રથમ દરોડો ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશન હેઠળના દેરડી-અમનગર રોડ પર પાડવામાં આવ્યો હતો. પોલીસે વોચ ગોઠવીને ત્યાંથી પસાર થતી એક રેનલ્ટ કંપનીની ડસ્ટર ગાડી નંબર: જી.જે.06 એફ.કે.0996 ને અટકાવી હતી. તલાશી લેતા ગાડી માંથી રૂૂ.60,000નો 300 લીટર દેશી દારૂૂ મળી આવ્યો હતો. પોલીસે 1,00,000 ની કાર અને દારૂૂ મળી કુલ રૂૂ. 1,60,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં અશોક ઉર્ફે ભડીંગો કરશનભાઇ મકવાણા (રહે. જેતપુર) અને પ્રવિણભાઇ દેવાભાઇ પરમાર (રહે. જેતપુર) ની ધરપકડ કરવામાં આવી છે.

બીજા દરોડામાં લોધીકા તાલુકાના પારડીગામથી પડવલા ગામ તરફ જવાના રસ્તે, ખોડલ ફાર્મ હાઉસ પાસે પોલીસે એક ઇન્ડીકા વિસ્ટા કાર નંબર: જી.જે.23 એચ.5278 માંથી ગેરકાયદેસર વિદેશી દારૂૂની 260 નાની બોટલો કિંમત રૂૂ. 54,338 અને એક મોબાઈલ ફોન ઝડપી પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન આરોપી બાબુલાલ પ્રેમચંદ બીલવાલ (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ) ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી જિજ્ઞેશ કણસાગરા (રહે. કાંગશીયાળી) નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. કુલ રૂૂ. 2,59,338 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.ત્રીજો દરોડો જસદણ તાલુકાના રાણપરડા ગામની સીમમાં યુવરાજભાઇ જીલુભાઇ વાળાની વાડીએ આટકોટ પોલીસ દ્વારા પાડવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન વાડીમાંથી રૂૂ. 9,430ની કુલ 54 બોટલો મળી આવી હતી. પોલીસ આવતાની સાથે જ વાડી માલિક યુવરાજભાઈ વાળા નાસી ગયો હતો, જેથી તેને પકડવા માટે પોલીસે શોધખોળ શરૂૂ કરી છે.

ચોથા દરોડો જેતપુરના દેરડીધાર આવાસ યોજના ક્વાર્ટર પાસે પાડવા આવ્યો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે વહેલી સવારે દરોડો પાડતા બૂટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. મારૂૂતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર: જી.જે.01 એચ.એન.1190 મૂકીને ચાર શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂૂની 396 બોટલો કિંમત રૂૂ. 68,478 મળી આવી હતી. પોલીસે 2 લાખની કાર સહિત કુલ રૂૂ. 2,68,478 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર થયેલા શખ્સોમાં કૃણાલ ભાટીયા, સાગર ઉર્ફે બુધ્ધો હરસુરભાઇ સીંગલ, કાર ચાલક અને એક અજાણ્યા ઇસમ સહિત ચાર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે તમામ સ્થળોએ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુના નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *