જામનગરના કાલાવડ નાકા બહાર દોઢ કલાક સુધી ફરી ટ્રાફિક જામ

દરબારગઢ, પાંચ હાટડી અને કલ્યાણ ચોક સુધી સેંકડો વાહનચાલકો ફસાયા જામનગર શહેરના દરબારગઢ થી પાંચ હાટડી તેમજ કાલાવડ નાકા બહાર આવેલ કલ્યાણ ચોક વિસ્તાર ખાતે…

દરબારગઢ, પાંચ હાટડી અને કલ્યાણ ચોક સુધી સેંકડો વાહનચાલકો ફસાયા

જામનગર શહેરના દરબારગઢ થી પાંચ હાટડી તેમજ કાલાવડ નાકા બહાર આવેલ કલ્યાણ ચોક વિસ્તાર ખાતે ગઈકાલે રાત્રિના સમયે અચાનક ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાંજના આશરે 8:00 વાગ્યાથી શરૂૂ થયેલ ટ્રાફિકનું દબાણ સતત વધતાં રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

ટ્રાફિક જામને કારણે બે-ચક્રી, રીક્ષા અને કાર સહિતના વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બજાર વિસ્તાર તથા મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર ધીમી પડી જતાં અનેક લોકો લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા. ટ્રાફિકની પરિસ્થિતિ અંગે માહિતી મળતા જ સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસ ટીમ દ્વારા દરબારગઢ, પાંચ હાટડી અને કલ્યાણ ચોક વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી વાહનોને વ્યવસ્થિત રીતે પસાર કરાવવામાં આવ્યા હતા, તેમજ રસ્તા પર ઉભેલા અને અવરોધરૂૂપ બનેલા વાહનોને હટાવી ટ્રાફિક નિયમિત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આશરે રાત્રિના 8:00 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી સતત કામગીરી હાથ ધરાતાં ધીમે ધીમે ટ્રાફિકની સ્થિતિ સામાન્ય બની હતી, અને વાહન વ્યવહાર પુન: શરૂૂ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *