પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાનકુવા ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ દેવાભાઈ પરમાર નામના 25 વર્ષના નાથબાવા યુવાન ગત તારીખ 12 મે ના રોજ જી.જે. 25 એઈ 4894 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 17 કિલોમીટર દુર હનુમાનધાર તરફ જતા રસ્તે પુરપાટ જતા આ મોટરસાયકલના ચાલક સંજયભાઈએ આ મોટરસાયકલ એક વીજપોલ સાથે અથડાવી દીધું હતું.
આ અકસ્માતના કારણે તેમને ગંભીર ઇજાઓ સાથે વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દેવાભાઈ ટપુભાઈ પરમાર (ઉ.વ. 46, રહે. કાનકુવા)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક બાઈક ચાલક સંજયભાઈ દેવાભાઈ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
હોટલમાં ચોરી
દ્વારકા – મીઠાપુર માર્ગ પર દ્વારકાથી પાંચ કિલોમીટર દૂર રૂૂપેણ બંદર નજીક આવેલી અને રાજકોટના રહીશ હુસેનભાઈ ભારમલની માલિકીની સ્કાય કમ્ફર્ટ હોટલ કે જેને દ્વારકાના પ્રાંત અધિકારી દ્વારા બંધ કરાવી હોય અને છેલ્લા એકાદ વર્ષથી આ હોટલમાં સીલ મારી દેવામાં આવ્યું છે.
આ હોટલમાં થોડા દિવસો પૂર્વે કોઈ તસ્કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને હોટેલમાં જવાનો પાછળનો મેઈન દરવાજો તેમજ અંદર જવાનો બીજો રસ્તો તોડી અને હોટેલની કાચની બારીઓ વગેરે મારફતે તસ્કરો પ્રવેશ્યા આવવાનું ખુલવા પામ્યું હતું.
અહીં ત્રાટકેલા તસ્કરોએ હોટલના જુદા જુદા ભાગોમાંથી વાયરીંગમાં વપરાતા અલગ અલગ એંગલના આશરે રૂૂ. ત્રણ લાખની કિંમતના વાયર, ત્રણ નંગ સીલીંગ ફેન, ચાર નંગ ટીવી, એક નંગ એ.સી., રૂૂ. 10,000 ની કિંમતની કોમ્પ્યુટર એસેસરીઝ વગેરે મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.
આ પ્રકરણમાં કુલ રૂૂપિયા 4,04,500 ના મુદ્દામાલની ચોરી થવા સબબ હોટેલના સંચાલક અબ્દુલકાદીર કાસમભાઈ સિદાદ (ઉ.વ. 29, રહે. રાજકોટ) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
