રેસકોર્ષ ગાર્ડનમાં રિક્ષાચાલક પ્રૌઢે ફિનાઈલ ગટગટાવી લીધું

શહેરના થોરાળા વિસ્તારમાં રહેતાં રિક્ષા ચાલક પ્રૌઢે ભાભી મકાનમાં રહેવા દેતાં ન હોવાથી તેમણે રેસકોર્ષ ગાર્ડનમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેમને સારવાર માટે સિવિલ…

શહેરના થોરાળા વિસ્તારમાં રહેતાં રિક્ષા ચાલક પ્રૌઢે ભાભી મકાનમાં રહેવા દેતાં ન હોવાથી તેમણે રેસકોર્ષ ગાર્ડનમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, થોરાળા વિસ્તારમાં ખીજડાવાળી શેરીમાં રહેતાં દિપકભાઈ ટાભાભાઈ મુછડીયા (ઉ.55) નામના પ્રૌઢે આજે સવારે રેસકોર્ષ ગાર્ડનના ગેઈટ પાસે ફિનાઈલ પી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં દિપકભાઈ બે ભાઈ એક બહેનમાં નાના અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેમના ભાભી કમુબેન નરેશભાઈ મુછડીયા આજીવસાહતમાં આવેલા તેમના મકાનમાં રહેવા દેતાં ન હોવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *