ફાળદંગમાં કુખ્યાત ટોળકીનો આતંક, ખેડૂત પર હુમલો કર્યો

જૂની માથાકૂટનો ખાર રાખી હુમલો કર્યો, આઠ શખ્સો નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કારમાં ધસી આવ્યા હતાં પથ્થર અને લાકડીના ઘા ઝીંકી કારના કાચ ફોડ્યા, ગુનો…

જૂની માથાકૂટનો ખાર રાખી હુમલો કર્યો, આઠ શખ્સો નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કારમાં ધસી આવ્યા હતાં

પથ્થર અને લાકડીના ઘા ઝીંકી કારના કાચ ફોડ્યા, ગુનો નોંધાયો

શહેરના કુવાડવાના ફાળદંગના કુખ્યાત શિવરાજ કાઠી આણી ટોળકીએ આંતક મચાવ્યો હતો અને પોલીસના ભય વગર જ ખેડૂત યુવક પર હિંચકારો હુમલો કરી કારમાં તોડફોડ કરતાં કુવાડવા રોડ પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શિવરાજ કાઠી, રિકલો સહિત આઠ શખ્સોની શોધખોળ શરૂૂ કરી હતી.વધુ વિગતો મુજબ,કુવાડવા ગામ પાસે કાળા કલરની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનરમાં ઘસી આવેલ શખ્સોએ કુચિયાદળના યુવાન અને તેના મિત્રને બેફામ મારમારી કાર પર પથ્થરમારો કર્યો હતો.બનાવ અંગે કુચિયાદળ ગામે રહેતાં પરેશભાઇ હેમંતભાઈ ચૌહાણ ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શિવરાજ કાઠી રીકલો (રહે ફાળદંગ) તેમજ અન્ય છ અજાણ્યા શખ્સોના નામ આપતા કુવાડવા રોડ પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે,તેઓ ખેતી કરી તેમજ જે.સી.બી. ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેમજ મોટા ભાઈ વિપુલભાઈના નામની ડઞટ કાર તેમની પાસે છે. ગઇ તા.07 ના રાત્રીના આઠેક વાગ્યે તે અને તેમનો મીત્ર હર્ષ મીણીયા, સાગર મકવાણા સાથે બેટી ગામ મોમાઇ ડીલક્ષ ખાતે હતા ત્યારે હર્ષદ મીણીયાએ કહેલ કે, મારી પત્નિ તથા છોકરા બધા તેના પીયર ફાળદંગ ગામ છે મારે તેની પાસે આંટો મારવા જવુ છે તારી પાસે ગાડી છે, તો તેમા જ આપણે બધા ચાલ્યા જઈએ અને આંટો મારી પાછા આવતા રહીશુ, તેમ વાત કરતા હા પાડેલ અને ફરિયાદીનો ડઞટ કારમાં ત્રણેય ફાળદંગ ગામ ગયેલ હતાં.

ત્યાથી સાડા દશેક વાગ્યે નીકળી કુવાડવા ગામ પહોચેલ અને મેઇન ગેઇટ પાસે ધણ ચોકમાં નાસ્તો કરવા ઉભા રહેલ તે વખતે સામે એક કાળા કલરની ફોરચ્યુનર ગાડી આવી ઉભી રહેલ જેમા નંબર પ્લેટ ન હતી. જેમાંથી ફાળદંગ ગામ ખાતે રહેતો શીવરાજ કાઠી તથા રીકલો અને બીજા છએક અજાણ્યા લોકો કારમાંથી ઉતરી અને ગાડી પાસે ઉભા હોય ત્યા આવી કહેવા લાગેલ કે, શું છે તમારે? એટલે તેઓને કહેલ કે, બોલોને ભાઇ શુ હતુ? તેમ કહેતાની સાથે જ આ શીવરાજ કાઠી તથા રીકલો બંને કહેવા લાગેલ કે, તારે આ હર્ષદ સાથે રહેવુ નહી તેમ કહી ગાળો આપી તમામ આરોપી સાથે મળી ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતાં. જેથી મીત્ર હર્ષદ છોડાવવા સારૂૂ વચ્ચે પડતા આ બધા લોકો ભેગા મળી તેને પણ ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને બીજો મીત્ર સાગરને ભાગી જવાનુ કહેતા તે ભાગી ગયેલ હતો.

બા શીવરાજ કાઠીએ તેની કાળા કલરની ફોર ચ્યુનર ગાડીમાંથી લાકડી કાઢી લાકડી વડે માર મારેલ અને બીજા લોકોએ પથ્થર વડે ગાડીમાં નુકશાન કરી ગાડીના કાચ તોડી નાખેલ તેમજ ગાડીમાં ઘોબા પાડી દીધેલ હતાં. બાદ ત્યા લોકો એકઠા થતાં આરોપી નાસી છૂટ્યા હતાં અને કહેતા ગયેલ કે, હવે પછી આ બાજુ દેખાણા તો જીવતા નહી છોડીએ.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, આ બનાવ પાછળ મીત્ર હર્ષદ મીણીયા તથા રીકલાને જુની માથાકુટ હોય જે બાબતનો ખાર રાખી હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.

શિવરાજ વિરુદ્ધ મારામારી-એટ્રોસીટી સહિત અડધો ડઝનેક ગુના,પાસાની હવા પણ ખાઈ ચુક્યો છે
આરોપી શિવરાજ સામે શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં દારૂૂ, જુગાર, મારામારી, એટ્રોસિટી, આર્મ્સ એકટ સહિત છ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ભાડલા પોલીસ સ્ટેશનમાં પણ જુગારનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે.ઉપરાંત તાજેતરમાં જ પીસીબીની ટીમે તેને પાસામાં અમદાવાદ જેલમાં પણ ધકેલી દિધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *