જામજોધપુરના મોટી ગોપ ગામે અઢી વર્ષના બાળકનું શ્ર્વાસની બીમારીથી મૃત્યુ

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતુભાઈ ગિધાભાઈ પરમાર નામના શ્રમિક ના અઢી વર્ષના પુત્ર કવિરાજ કે જે છેલ્લા દોઢ વર્ષથી…

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતુભાઈ ગિધાભાઈ પરમાર નામના શ્રમિક ના અઢી વર્ષના પુત્ર કવિરાજ કે જે છેલ્લા દોઢ વર્ષથી શ્વાસની બીમારીથી પીડિત હતો. જેની તબિયત લથડતાં અને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા બાદ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.આ બનાવ અંગે મૃતક કવિરાજના પિતા જીતુભાઈ ગિધાભાઈ પરમારે પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.ડી મેઘનાથી એ બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *