19 વર્ષ વીતી ગયા છતાં સૌરાષ્ટ્ર યુનિ.નો કોન્વોકેશન હોલ ‘ખંઢેર’

1.65 કરોડનો ધુમાડો, છતાં કામગીરીના નામે ‘મીંડુ’: પ્રવર્તમાન કુલપતિ પણ કોન્વોકેશન હોલ મુદ્દે અજાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક નહીં અનેકવિધ પ્રકારની ગેરરીતી આચરવામાં આવતી હોય તેવી…

1.65 કરોડનો ધુમાડો, છતાં કામગીરીના નામે ‘મીંડુ’: પ્રવર્તમાન કુલપતિ પણ કોન્વોકેશન હોલ મુદ્દે અજાણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક નહીં અનેકવિધ પ્રકારની ગેરરીતી આચરવામાં આવતી હોય તેવી એક નહીં અનેક વિગતો સામે આવી છે. 2007માં સી. યુ શાહના દાનથી કોન્વેકશન સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે પ્રકારની કામગીરી પણ શરૂૂ કરવામાં આવી હતી. જે માટે 1.65 કરોડ રૂૂપિયાનો ધુવાડો પણ કરવામાં આવ્યો હતો ત્યારે હજુ આ કોન્વોકેશન હોલના પાયા જ નખાયા છે અને કામગીરી હજુ પણ અધરકાલ છે જેને 19 વર્ષ જેટલો માતબર સમય પણ વીતી ગયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંપર્ક સુત્રોના જણાવ્યા અનુસાર હાલ ચોક્કસ ક્ધસ્ટ્રક્શન કંપનીને કામ આપવામાં આવ્યું હતું પરંતુ તે કામ પરિપૂર્ણ કરી શક્યું ન હતું જેને લઈને કરોડો રૂૂપિયાનો કૌભાંડ થયો હોય તેવું જાણવા મળ્યું છે અને આક્ષેપો પણ થઈ રહ્યા છે.

ભારે વિરોધ વચ્ચે રાજ્ય સરકારે જાહેર હિસાબ સમિતિ ને તપાસ કરવા જણાવ્યું હતું અને તે તપાસને ચાર વર્ષ જેટલો સમય પણ વીતી ગયો છે છતાં પણ આજ દિન સુધી કોઈ નક્કર કામ થઈ શક્યું નથી અને 19 વર્ષ જેટલો માતબર સમય વીતી ગયો હોવા છતાં પણ હાલત ખંઢેર જેવી છે.

2007માં કુલપતિ કમલેશ જોષીપુરાના સમયગાળા દરમિયાન 3.28 કરોડના ખર્ચે 65190 ચોરસ મીટર વિસ્તારમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત માટે કોન્વેકશન હોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તે ના ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ કોઈ પણ કારણોસર કોન્વેશન હોલ નું નિર્માણ કાર્ય થઈ શક્યું ન હતું . 19 સપ્ટેમ્બર 2008 ના રોજ એસ્ટેટ કમિટીની બેઠક મળી હતી જેમાં એકે ઇન્ટ્રાસ્ટ્રક્ચરને કામ સોંપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સુત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ 2011 થી કામ બંધ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2007માં વિદ્યાર્થીઓ માટે કોન્વોકેશન હોલ બનાવવામાં આવશે એવી જાહેરાત તત્કાલિન કુલપતિ કમલેશ જોશીપુરા દ્વારા પદવીદાન સમારંભ વખતે રાજ્યપાલની હાજરીમાં કરવામાં આવી હતી.

યુનિવર્સિટી દ્વારા ટેન્ડર વગર કોન્વોકેશન હોલનું કામ મળતિયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું. આ હોલ કાયદા ભવન પાછળ બનાવવામાં આવશે એવું જાહેર કરાયું હતું. આ હોલનું ખાતમુહૂર્ત કમલેશ જોશીપુરા અને કલ્પક ત્રિવેદી દ્વારા સંઘ અગ્રણી મજદૂર સંઘના રાષ્ટ્રીય નેતા હસુ દવેના હસ્તે કરાવવામાં આવ્યું હતું.
હાલ પ્રશ્ન છે ઉભો થઈ રહ્યો છે તે એ છે કે આટલો ખસો સમય વીતી ગયો તોપણ કેમ નિર્માણ કાર્ય થયું નહીં અને હાલના કુલપતિ પણ આ વાતથી સંપૂર્ણપણે અજાણ છે તેવું પણ જાણવા મળ્યું છે. આ બાબતે કોંગ્રેસના આગેવાનોએ પણ અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી અને કામગીરી પણ પરિપૂર્ણ થયું નથી. ભાજપ સરકારના કુલપતિ જોશીપુરા દ્વારા ખાતમુહૂર્ત થયું અને 19 વર્ષે ઉદ્ઘાટન તો દૂર, ખંઢેર થયેલ ઇમારત કોઈ જોવા પણ જતું નથી. અનેક કુલપતિ બદલાઈ ગયા છતા પણ હજુ કોન્વોકેશન હોલ ખંઢેર જ છે.

હાલ આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિરોધ પર કયા પ્રકારે પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું. ખરેખર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તે ખૂબ જરૂૂરી છે. સોમનાથ દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય અથવા તો વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો ઘણા ખરા પ્રશ્નો ઊભા થઈ શકશે. પ્રવર્તમાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી પણ આ મુદ્દાથી અજાણ હોવાનું જાહેર થયું છે. ત્યારે આ પ્રકારની એક નહીં અનેકવિધ ગેરરીતિઓ સામે આવી રહી છે ને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો યુનિવર્સિટી ની છબી ખરડાઈ છે તેમાં વધારો થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું શૈક્ષણિક સ્તર દિન પ્રતિદિન ઘટી રહ્યું છે અને તેઓ એક પણ મહિનો નહીં હોય કે જ્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદભવિત ન થઈ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *