અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત ફરી શરૂૂ થઈ રહી છે. આ વાટાઘાટો માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચી ગયું છે, જેની મધ્યસ્થી પાકિસ્તાન કરશે. ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે, જ્યારે યુએસ પ્રતિનિધિમંડળમાં જે.ડી. વાન્સનો સમાવેશ થતો નથી. ટ્રમ્પે આજે બપોરે કહ્યું હતું કે જ્યાં સુધી કરાર ન થાય ત્યાં સુધી અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે.
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી શુક્રવારે એક પ્રતિનિધિમંડળ સાથે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા જે ઈરાન અને અમેરિકા વચ્ચે અટકેલી વાટાઘાટો ફરી શરૂૂ કરશે. આ વાટાઘાટોને પાકિસ્તાનના પ્રયાસના કારણે થઇ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અરાઘચી તેમની મુલાકાત દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ જનરલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. અમેરિકી પ્રતિનિધિ મંડળમાં ટ્રમ્પના જમાઈ અને મધ્યપૂર્વતા રાજદ્વારી વિટફોક છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક દારે ઈસ્લામાબાદ પહોંચેલા અરાઘચીના નેતૃત્વ હેઠળના ઈરાની પ્રતિનિધિમંડળના ફોટા શેર કર્યા, જેમાં અસીમ મુનીર અને ગૃહ પ્રધાન મોહસીન નકવી ઈરાની નેતાઓનું સ્વાગત કરતા દેખાય છે. ઈરાની વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીતની કોઈ યોજના નથી. દરમિયાનમાં ટ્રમ્પે આજે ટવીટ કર્યુ હતું કે ઈરાનમાં જે લોકો સોદો કરવા ઈચ્છતા નથી તેમની હત્યા કરાશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા, ઇસ્માઇલ બકાઇએ ડ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, એક ઈરાની પ્રતિનિધિમંડળ સત્તાવાર મુલાકાત માટે ઇસ્લામાબાદ પહોંચ્યું છે. તેમણે કહ્યું કે વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી પાકિસ્તાની નેતાઓ સાથે વાતચીત કરશે જેનો હેતુ અમેરિકા દ્વારા તેહરાન પર લાદવામાં આવેલા યુદ્ધનો અંત લાવવાનો છે. પાક વડાપ્રધાન શાહબાઝ અને સૈન્ય વડા યુનિટ સાથે બન્ને દેશોના દૂતોની અલગ અલગ મિટીંગ હાલ ચાલુ છે.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, કોઈપણ સંભવિત કરારમાં ઈરાન દ્વારા તેના સમૃદ્ધ યુરેનિયમને મુક્ત કરવું અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલના શિપમેન્ટના અવરોધ વિના પ્રવાહને સુનિશ્ચિત કરવો શામેલ હોવો જોઈએ. ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. યુએસ અધિકારીઓએ તેહરાનમાં નેતાઓમાં આંતરિક મતભેદોનો સંકેત આપ્યો. જ્યારે પૂછવામાં આવ્યું કે વોશિંગ્ટન કોની સાથે વાટાઘાટો કરી રહ્યું છે, ત્યારે તેઓએ વ્યક્તિઓના નામ આપવાનો ઇનકાર કર્યો, કહ્યું, “અમે હાલમાં સત્તામાં રહેલા લોકો સાથે વાત કરી રહ્યા છીએ.”
જે ઈરાની નેતા સોદો નહિ કરે તેની હત્યા થશે : ટ્રમ્પનું ટ્વિટ
ઈસ્લામાબાદમાં યોજાયેલી ઈરાન-અમેરિકા વચ્ચેની વાટાઘાટો હજુ સુધી ડિનર ડિપ્લોમસી જેવી બની રહી છે અને એમાં કોઈ વિશેષ પ્રગતિના સંકેત મળ્યા નથી. એ સંજોગોમાં ઈરાન પર દબાણ વધારવાના એક પગલાંરૂપે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એકસ ટવીટર હેન્ડલ પર લખ્યું કે જે ઈરાની નેતાઓ અમેરિકા સાથે સોદો કરવા ન ચાહે તેની હત્યા થશે. તેમણે કહ્યું કે ઈરાનના નેતાઓ અત્યારે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક ભાગ કે જે અમેરિકા સાથે સંધિ ચાહે છે અને બીજો ભાગ જે કોઈ કરાર કરવા ઈચ્છતા નથી. ટ્રમ્પની આ પોસ્ટ વિરૂધ્ધમાં ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઈસ્માઈલ બકાઈએ ટીકા કરી હતી કે આ પોસ્ટ અમેરિકાના નૈતિક પતનનો પુરાવો છે.
