ખંભાળિયામાં વિદેશી દારૂની મહેફીલ માણતા બે શખ્સોની ધરપકડ, બે ફરાર

ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર મોટા માંઢા ગામની સીમ વિસ્તારમાંથી મોડી રાત્રીના સમયે પોલીસે વિદેશી દારૂૂની મોજ માણી રહેલા વડાલીયા સિંહણ ગામના જયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા…

ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર મોટા માંઢા ગામની સીમ વિસ્તારમાંથી મોડી રાત્રીના સમયે પોલીસે વિદેશી દારૂૂની મોજ માણી રહેલા વડાલીયા સિંહણ ગામના જયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના બે ઝડપી લઇ, વિદેશી દારૂૂ સાથે લેવાતા બાયટીંગ તેમજ વિદેશી દારૂૂ, રૂૂ. 2,00,000 ની કિંમતની મોટરકાર, રૂૂ. 30,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 2 લાખ 30 હજાર 200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ પ્રકરણમાં ટીંબડી ગામનો રમેશસિંહ કલુભા જાડેજા અને ખંભાળિયાનો દલુ રાયા ગઢવી નામના બે શખ્સો ફરાર જાહેર થયા છે. જે અંગે ખંભાળિયા પોલીસે તમામ ચાર શખ્સો સામે પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.જયારે અન્ય બનાવમાં ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલા એક મંદિર પાસે બેસીને જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મહેન્દ્ર સવજીભાઈ માવદીયા, રાધિકાબેન ગોપીભાઈ ડાભી અને રામીબેન મોહનભાઈ પરમારને ઝડપી લઈ, કુલ રૂૂ. 3,020 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *