ખંભાળિયા-ભાણવડમાં દારૂની હેરાફેરી કરતા ચાર શખ્સો પકડાયા

ભાણવડમાં આવેલી વ્યાયામ શાળા પાસેથી પોલીસે સ્વિફ્ટ મોટરકારમાં વિદેશી દારૂૂની એક બોટલ સાથે મનોજ પ્રેમજીભાઈ લીંબડને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 1,51,110 નો મુદ્દામાલ કબજે કરવામાં…

ભાણવડમાં આવેલી વ્યાયામ શાળા પાસેથી પોલીસે સ્વિફ્ટ મોટરકારમાં વિદેશી દારૂૂની એક બોટલ સાથે મનોજ પ્રેમજીભાઈ લીંબડને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 1,51,110 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
અન્ય એક પ્રકરણમાં નગરપાલિકા પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીકથી કરણ કાનાભાઈ ઓડેદરા અને જયદીપ કાનાભાઈ ઓડેદરાને પોલીસે રૂૂપિયા 3,600 ની કિંમતની વિદેશી દારૂૂની ચાર બોટલ સહિત કુલ રૂૂપિયા 28, 600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ખંભાળિયા પોલીસની કાર્યવાહીમાં શક્તિનગર વિસ્તારના રહીશ યોગેશ મેરગભાઈ ધ્રાંગુ નામના 26 વર્ષના શખ્સને પોલીસે રૂૂ. 2850 ની કિંમતને વિદેશી દારૂૂની બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

દ્વારકાનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
દ્વારકાના કીર્તિ સ્તંભ પાસે રહેતા જીતેશ વરજાંગભા માણેક નામના 36 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે તેના રહેણાંક મકાનમાંથી વેચાણ અર્થે રાખેલા રૂૂ. 36,700 ની કિંમતના 734 ગ્રામ ગાંજા તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 41,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ શખ્સ સામે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *