જેતપુરના મેળામાં 4 લાખના સોનાના ચેઇન ચોરી કરનાર ટોળકીની ધરપકડ

જેતપુરના બળદેવધાર વિસ્તારમાં અઠવાડિયા પહેલા રામાપીરના મંદિરના બે જોડિયા સ્તંભ ઉભા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીરદીનો લાભ લઈ એક મહિલા અને એક પુરૂૂષના ગળામાંથી…

જેતપુરના બળદેવધાર વિસ્તારમાં અઠવાડિયા પહેલા રામાપીરના મંદિરના બે જોડિયા સ્તંભ ઉભા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીરદીનો લાભ લઈ એક મહિલા અને એક પુરૂૂષના ગળામાંથી રૂૂા. 4 લાખની કિંમતના સોનાના બે ચેઈનની ચોરી થઈ હતી.

જેતપુર ઉદ્યોગનગર પોલીસ અને એલસીબીએ મળી આ ગુનાનો ભેદ ઉકેલી લઈ ચાર મહિલા સહિત છ સભ્યોની ટોળકીને ઝડપી લીધી છે. આ ટોળકી પાસેથી સોનાનો ચેઈન ખરીદનાર રાજકોટના જામનગર રોડ પરની અવધ રેસીડેન્સીમાં રહેતા સોની વેપારીની પણ પોલીસે ધરપકડ કરી તેની પાસેથી રૂૂા.ર લાખની કિંમતનો સોનાનો ઢાળિયો કબજે કર્યો છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી ઈકો કાર, રિક્ષા, ચાર બ્લેડ, રૂૂા.25,500 મળી કુલ રૂૂા.5.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં દિનેશ ઉર્ફે દિલો સામત સોલંકી, તેની પત્ની વિજયાબેન ઉર્ફે વીજુબેન (રહે. વીંજીવડ, તા.ગોંડલ), રમેશ ઉર્ફે જેરામ બાબુ ચુડાસમા, તેની પત્ની દૈયાબેન (રહે. બંને માલીયાસણ), શાંતીબેન કિશોર સોલંકી (રહે. ખાપટ વિસ્તાર ઝુંપડપટ્ટી, પોરબંદર) અને કિરણબેન જય સોલંકી (રહે. વીંજીવડ, તા. ગોંડલ)નો સમાવેશ થાય છે. આ ગેંગના બે સભ્યો હજુ હાથમાં આવ્યા ન હોવાથી પોલીસે શોધખોળ જારી રાખી છે. આ ટોળકી પાસેથી સોનાનો ચેઈન ખરીદનાર રાજકોટના જામનગર રોડ પરની અવધ રેસીડેન્સીમાં રહેતા સોની વેપારી આશિષ જીતેન્દ્રભાઈ જોશીની પણ ધરપકડ કરી હતી.

સીસીટીવી કેમેરાના આધારે પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ રહી હતી. ઝડપાયેલા આરોપીઓમાંથી એકપણનો ગુનાઈત ઈતિહાસ પોલીસને મળ્યો નથી. આ ગેંગે બીજા કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગેંગના સભ્યો ચેઈનની ચોરી કરવા માટે બ્લેડ, કટ્ટર વગેરેનો ઉપયોગ કરતા હતા.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, જેતપુરના ડીવાયએસપી રોહીતસિંહ ડોડીયાના સીધા માર્ગદર્શન એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા સાથે જેતપુરના પી.આઈ એસ.એચ.શર્મા, પીએસઆઈ કે.બી.ગઢવી, નીલેશભાઇ મકવાણા, અજયભાઇ રાઠોડ, રાજુભાઇ સાંબળા, હિતેષભાઇ વરૂૂ, વાસુદેવસિંહ જાડેજા, ખીમજીભાઇ હુણ,ચેતનભાઇ ઠાકોરે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *