કાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ

જમીન-મકાન-વાહન, સોના-ચાંદીના દાગીનાઓ, પુજાનો સામાન, જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવી ઉત્તમ વૈશાખ સુદ બીજને રવિવાર તારીખ 19 એપ્રિલ ના દિવસે અખાત્રીજ છે રવિવારે સવાર…

જમીન-મકાન-વાહન, સોના-ચાંદીના દાગીનાઓ, પુજાનો સામાન, જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવી ઉત્તમ

વૈશાખ સુદ બીજને રવિવાર તારીખ 19 એપ્રિલ ના દિવસે અખાત્રીજ છે રવિવારે સવાર ના 10.48 કલાક સુધી બીજ તિથિ છે ત્યારબાદ આખો દિવસ રાત્રી ત્રીજ તિથિ છે તે ઉપરાંત સોમવારે સવાર ના 7.27 કલાક સુધી જ ત્રીજ તિથિ હોતા જ્યોતિષ તથા પંચાંગ ના નિયમ પ્રમાણે સૂર્યોદય થી છ ઘડી સુધી તહેવારની તિથિ હોવી જોઈએ તે સોમવારે નથી તે ઉપરાંત સોમવારે ચોથ તિથિનો ક્ષય છે તેથી આ પ્રમાણે પણ રવિવારના દિવસે અખાત્રીજ મનાવાસે જ્યારે સોમવારે ગણેશ ચોથ છે.

વર્ષમાં ચાર વણજોયા મુહૂર્તના શ્રેષ્ઠ દિવસો ગણવામાં આવે છે, જે બેસતુ વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ અને દશેરા છે. આમ અખાત્રીજનો દિવસ વણજોયા મુહૂર્તનો હોવાથી આ દિવસે કરેલા કોઇપણ શુભકાર્ય નું ફળ અખંડ રહે છે. આ દિવસે જપ, તપ, દાન કરવાથી તેના પુણ્યનો નાસ થતો નથી અને જીવનમાં શાંતિ મળે છે. આ દિવસે નવા વાહનની ખરીદી, સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવી, પુજા નો સામાન,જીવન જરૂૂરી ચીજવસ્તુની ખરીદી કરવી, જમીન-મકાન વાહન ખરીદવા ઉત્તમ ફળદાયક છે. વાસ્તુ, નવચંડી હવન, લગ્ન, સગાઈ, ખાતમુહુર્ત. નવી દુકાનનું મુહૂર્ત કરવું.

નવા વ્યાપારની શરૂૂઆત કરવી. જેવા દરેક શુભ કાર્યો માટે આ દિવસે કોઇપણ ગ્રહબળ તથા ચંદ્રબળ જોવાની જરૂૂર રહેતી નથી. અખાત્રીજના દિવસે પાણી ભરેલ ઘડાનું દાન દેવું તથા ગયો ને ઘાસ નાખવું ઉત્તમ ફળ આપશે અખાત્રીજના દિવસે કરેલ જપ, દાન નુ ફળ આજીવન મળે છે . તથા આ દિવસે શ્રી યંત્ર ઉપર સાકરવાળા દૂધથી ૐ મહાલક્ષ્મી નમ: અથવા તો શ્રી સૂક્તના પાઠ બોલતા બોલતા અભિષેક કરવો સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે. અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય થયું હતું. આથી ભગવાન પરશુરામની પૂજા કરવી ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનના જ અવતાર છે અને સપ્તા ચિરંજીવીમાંથી એક છે.
આ દિવસે ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો.

અખાત્રીજના દિવસથી ચારધામની યાત્રાનો પ્રારંભ થશે અખાત્રીજનો આખો દિવસ દરેક શુભ કાર્ય માટે સારો છે. અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુનું જળથી પૂજન કરવું શાલીગ્રામ ઉપર ચોખ્ખું જળ ચડાવીને પૂજન કરવું તથા ભગવાન સત્યનારાયણની કથા કરાવાથી જીવનમાં શાંતિ મળશે તથા આ દિવસે ગાયોને ઘાસચારો નાખવો પણ ઉત્તમ પુણ્યકારક ગણાય છે.

અખાત્રીજના દિવસના શુભમુહૂર્તની યાદી
દિવસના શુભ ચોઘડિયા
ચલ 8.00 થી 9.36,
લાભ 9.36.થી 11.11,
અમૃત 11.11થી 12.46,
બોપોર શુભ 2.21 થી 3.57

બપોરે અભિજીત મુહૂર્ત 12.21થી 1.12, રાત્રિના શુભ ચોઘડિયા
શુભ 07.07 થી 8.32
અમૃત 8.32 થી 9.56
ચલ 9.56 થી 11.21
સાંજે પ્રર્દોષ કાળનો શુભ સમય 7.07 થી. 9.20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *