રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ

રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મૂછારના માર્ગદર્શનમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.)ની ફાળવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ચૂંટણી…

રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મૂછારના માર્ગદર્શનમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.)ની ફાળવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂૂમમાંથી ઈ.વી.એમ. વિવિધ વોર્ડમાં આવેલા રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. ચૂંટણી શાખા તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડમાં કુલ 1014 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.

જે મુજબ આજે બેલેટ યુનિટ (ઇઞ) અને કંટ્રોલ યુનિટ (ઈઞ)ની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ મથકો માટે 120 ટકા લેખે કુલ 1217 બેલેટ યુનિટ અને 1217 કંટ્રોલ યુનિટની ફાળવણી નક્કી કરવામાં આવી હતી. જરૂૂરિયાત અને વ્યવસ્થાના ભાગરૂૂપે 1340 બેલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કોઈપણ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય તો તુરંત જ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે તે હેતુથી આ વધારાના મશીનોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડ માટે 1014 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.

ગત વિધાનસભાની ચૂંટણી કરતા આ વખતે 200 મતદાન મથકોનો વધારો કરવામાં આવ્યો છે. એક મતદાન મથક પર સરેરાશ 1200 મતદારોનો ક્રાઈટેરિયા રાખવામાં આવ્યો છે. જોકે, અમુક વોર્ડમાં 300 થી 400 મતદારો છે, જ્યારે ઘણા મથકો એવા પણ છે જ્યાં 1200 થી વધુ મતદારો નોંધાયેલા છે. નાગરિકો પોતાનો કિંમતી મત આપીને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર જોડાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના સચોટ સંદેશા સાથેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત, આગામી દિવસોમાં ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા,ઓઆરએસના પેકેટ્સ,મતદારો છાંયડા નીચે ઊભા રહી શકે તે માટે ટેન્ટ કે મંડપની સુવિધા ચૂંટણી પંચે તબક્કાવાર કામગીરીનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે. નાનીથી લઈને મોટી દરેક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *