સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવાનો પગાર ખર્ચ અધધ 100 કરોડ !

નિષ્ણાત તબીબો અને સ્ટાફની મહેનત : રોજના 3000થી વધુ દર્દીઓની ઓપીડી સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં આવેલી પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ માત્ર શહેર જ નહીં, પરંતુ સમગ્ર…

નિષ્ણાત તબીબો અને સ્ટાફની મહેનત : રોજના 3000થી વધુ દર્દીઓની ઓપીડી

સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં આવેલી પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ માત્ર શહેર જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ અહીં છેવાડાના માનવીને પણ ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ બની છે. હાલમાં હોસ્પિટલની કામગીરી અને નાણાકીય પાસાઓ પર નજર કરીએ તો, વર્ષ 2025-26ના આંકડાઓ સ્પષ્ટ કરે છે કે સરકાર જનતાના સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂૂપિયાનો ખર્ચ કરી રહી છે, જેમાં કર્મચારીઓના પગાર અને હોસ્પિટલના સંચાલનનો મોટો હિસ્સો છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાના નાતે અહીં દરરોજ અંદાજે 3000થી વધુ દર્દીઓ ઓપીડી વિભાગમાં સારવાર લેવા માટે આવે છે. સિવિલ સર્જન ડો. મોનાલીબેન માકડીયાના કાર્યક્ષમ રાહબરી હેઠળ હોસ્પિટલનું તંત્ર સુચારૂૂ રીતે ચાલી રહ્યું છે. જટિલમાં જટિલ ઓપરેશનો પણ અહીં સફળતાપૂર્વક કરવામાં આવે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલોના લાખોના ખર્ચમાંથી મુક્તિ મળે છે. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની 24 કલાકની સેવાથી દર્દીઓને તમામ જરૂૂરી સગવડો પુરી પાડવામાં આવી રહી છે.
સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2025-26માં હોસ્પિટલના વિશાળ તંત્રને ચલાવવા માટે માતબર રકમ ખર્ચવામાં આવી છે. હોસ્પિટલના કાયમી કર્મચારીઓના પગાર પાછળ જ 89.09 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવ્યા છે. જો આમાં આઉટસોર્સિંગ અને અન્ય તબીબી સ્ટાફના પગારનો સમાવેશ કરવામાં આવે, તો આ આંકડો અંદાજે 100 કરોડ રૂૂપિયાની આસપાસ પહોંચી જાય છે. આ દર્શાવે છે કે સરકાર ઉત્તમ માનવ સંસાધન દ્વારા દર્દીઓની સેવા માટે કટિબદ્ધ છે.

હોસ્પિટલની વહીવટી કામગીરી અને કચેરીના અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે 18.41 કરોડ રૂૂપિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, હોસ્પિટલના રોજિંદા સંચાલનમાં જરૂૂરી એવી અન્ય સેવાઓ જેવી કે મટિરિયલ્સ સપ્લાય, આઉટસોર્સિંગ કર્મચારીઓનો પગાર, દર્દીઓ માટેનો ડાયટ (ખોરાક), એ.એમ.સી.(Annual Maintenance Contract) અને સી.એમ.સી. જેવા ટેકનિકલ ખર્ચાઓ પાછળ કુલ 63.60 કરોડ રૂૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ, હોસ્પિટલના ભૌતિક અને આંતરમાળખાકીય વિકાસ પાછળ પણ કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે જેથી દર્દીઓને કોઈ તકલીફ ન પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *