અક્ષય તૃતિયા નિમિત્તે યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે વિશેષ ઉજવણી

યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 ના રોજ પવિત્ર અક્ષય તૃતીયા પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર યોજાનાર છે. આ વિશેષ પર્વને…

યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 ના રોજ પવિત્ર અક્ષય તૃતીયા પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર યોજાનાર છે. આ વિશેષ પર્વને ધ્યાનમાં રાખીને શ્રીજીના દર્શન અને પૂજનના નિયમિત સમયપત્રકમાં જરૂૂરી ફેરફારો કરવામાં આવ્યા હોવાનું મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મંદિરમાં સોમવારના દિવસે મંગલા આરતી સવારે 6:30 વાગ્યે યોજાશે, ત્યારબાદ મંગલા દર્શન સવારે 8 વાગ્યા સુધી આ દર્શન ખુલ્લા રહેશે. સવારે 8 થી 9 દરમિયાન શ્રીજીના અભિષેક પૂજનને કારણે દર્શન બંધ રહેશે. સવારે 10 વાગ્યે શૃંગાર આરતી યોજાશે, અને ત્યારબાદ 10:15 વાગ્યે ગ્વાલ ભોગ દરમિયાન દર્શન બંધ રહેશે. બપોરે 12 સુધી બંધ પડદે ચંદનવાઘા શૃંગાર કરવામાં આવશે. બપોરે 12 વાગ્યે અક્ષય તૃતીયા ઉત્સવ આરતી યોજાશે, ત્યાર બાદ ઉત્સવ દર્શન બપોરે 12 થી 1:30 સુધી રાખવામાં આવશે. રાજભોગ બપોરે 12:45 વાગ્યે અર્પણ થશે. બપોરે 1:30 થી સાંજે 5 વાગ્યા સુધી અનોસરને કારણે મંદિર બંધ રહેશે. ત્યાર બાદ સાંજના દર્શનનો કાર્યક્રમ મંદિરના નિત્યક્રમ મુજબ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *