આજે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે અંદાજે 3 હજાર જેટલા શહેરીજનોએ ભાગ લઈને વિવિધ યોગાભ્યાસ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમથી વર્ચ્યુઅલી સંબોધન કરી દેશવાસીઓને યોગદિનની શુભકામનાઓ પાઠવી હતી.
ગાંધીનગરમાં ભાનુબેન બાબરિયાની હાજરીમાં યોગા
આજે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી…
