જસદણમાં બૂટલેગરો બેફામ; પોલીસ ઉપર હુમલો કરી મોબાઈલ ઝૂંટવી લીધા

પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી દેશી દારુના દરોડા દરમિયાન ખુલ્લી લુખ્ખાગીરી, ફરજમાં રૂકાવટના બે ગુના નોંધાયા જસદણમાં બુટલેગરો બેફામ બન્યા છે. જસદણમાં પોલારપર રોડ વિસ્તારમાં…

પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી દેશી દારુના દરોડા દરમિયાન ખુલ્લી લુખ્ખાગીરી, ફરજમાં રૂકાવટના બે ગુના નોંધાયા

જસદણમાં બુટલેગરો બેફામ બન્યા છે. જસદણમાં પોલારપર રોડ વિસ્તારમાં દારૂૂનો દરોડો પાડવા ગયેલ પોલીસ ટુકડી પર હુમલો કરી ફરજમાં રુકાવટ ઊભી કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂૂના દરોડા દરમિયાન આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.પી.ગોસાઈની સુચનાથી એ.એસ.આઈ. હરીશભાઈ વેસ્તાભાઈ ચૌધરી અને તેમની ટીમે પોલારપર રોડ પાસે આવેલી કિશોરભાઈ જીવાભાઈની વાડીમાં દેશી દારૂૂનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે રાત્રે 20:00 વાગ્યાની આસપાસ દરોડો પાડતા સ્થળ પરથી દેશી દારૂૂ ભરેલો પ્લાસ્ટિકનો કેરબો મળી આવ્યો હતો. જ્યારે પોલીસ આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાની તજવીજ કરી રહી હતી, ત્યારે હાજર ચાર શખ્સોએ અચાનક પોલીસ કાર્યવાહીમાં અવરોધ પેદા કર્યો હતો.

આરોપીઓએ મુખ્ય આરોપી અશ્વિનને દારૂૂના જથ્થા સાથે ભગાડવાનો પ્રયાસ કર્યો અને પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી શરૂૂ કરી દીધી હતી. જ્યારે એ.એસ.આઈ. ચૌધરીએ વધારાની પોલીસ મદદ માટે ફોન કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીઓએ તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લેવાની પણ કોશિશ કરી હતી. આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 221 અને 54 હેઠળ ગુનો નોંધ્યો જેમાં અશ્વિનભાઈ ઉર્ફે હસુ બીજલભાઈ સોલંકી (ઉંમર 28) , કિશોરભાઈ જીવાભાઈ રેણુકા (ઉંમર 65) , હસમુખભાઈ જીવાભાઈ રેણુકા (ઉંમર 68) ,દીનેશભાઈ કિશોરભાઈ રેણુકા (ઉંમર 36) ને છોડાવવા ધમાલ મચાવી હતી. આ મામલે પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને વધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા ચારેય આરોપીઓને કાબૂમાં લેવામાં આવ્યા હતા અને તેમને જસદણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

બૂટલેગરોને છોડાવવા પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર શિક્ષક સહિત ત્રણની ધરપકડ
જસદણ પોલીસે પોલારપર રોડ વિસ્તારમાં દારૂનો દરોડો પડ્યા બાદ પોલીસ સાથે અશ્વિનભાઈ ઉર્ફે હસુ બીજલભાઈ સોલંકી , કિશોરભાઈ જીવાભાઈ રેણુકા, હસમુખભાઈ જીવાભાઈ રેણુકા અને દીનેશભાઈ કિશોરભાઈ રેણુકાએ ઘર્ષણ કર્યું હતું બાદમાં આ ચારેયને પોલીસ મથકે લાવવા માં આવ્યા હતા. ત્યારે તેના સગા હોવાનું કહી ત્રણ શખ્સોએ સ્ટેશનમાં નશાની હાલતમાં આવી સરકારી ફરજમાં રુકાવટ પેદા કરવા તેમજ પોલીસ કર્મચારીઓને ગંભીર ધમકીઓ આપી હતી. જે મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ અલગથી બીજો ગુનો નોંધવામાં આવ્યો હતો. જસદણ પોલીસ દ્વારા અગાઉ પોલારપર રોડ પરથી દેશી દારૂના કેસમાં અશ્વિન સોલંકી, કિશોર રેણુકા, હસમુખ રેણુકા અને દિનેશ રેણુકા નામના ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. આ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે તેમના સગા-વ્હાલા હોવાનું જણાવી ત્રણ શખ્સો નશાની હાલતમાં ત્યાં ધસી આવ્યા હતા. ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઇ ઝાપડીયાના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં જોર-જોરથી બુમબરાડા પાડી વાતાવરણ તંગ બનાવ્યું હતું. તેઓએ પોલીસને ધમકાવતા કહ્યું હતું કે, “તમો બધા પોલીસને જોઈ લેશું અને ખોટા કેસોમાં ફિટ કરી હેરાન કરીશું”. વધુમાં, તેઓએ કોર્ટમાં ખોટા કેસો કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની પણ ઉદ્ધત ધમકી આપી પોલીસને તેમની કાયદેસરની ફરજ બજાવતા અટકાવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જસદણના નિર્મળભાઈ ગૌતમભાઇ હિરપરા (ઉં.વ. 35) રાજકોટના સંજયભાઇ હસમુખભાઇ રેણુકા અને શિક્ષક પ્રશાંતભાઇ બળવંતભાઇ રેણુકા સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *