પ્રકરણનો નીવેડો ના આવે ત્યાં સુધી અનેક ડ્રાઈવરો રજા પર ઉતરી જતાં ડેપોમાં બસના લાગ્યા થપ્પા
સીટીબસ અકસ્માત બાદ સીટીબસના ડ્રાઈવરોએ લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે એજન્સી ઉપર જવાબદારી ઢોળી હતી. પરંતુ મીટીંગ દરમિયાન એજન્સીના અધિકારીઓએ ડ્રાયવરોને સાથ ન આપતા ગઈકાલે 25 થી વધુ ડ્રાઈવરોએ રાજીનામા આપી દીધા હતાં. જ્યારે ગઈકાલે સાંજથી અનેક રૂટના ડ્રાઈવરોએ આ પ્રકરણનો નિવેડો ન આવે ત્યાં સુધી નોકરી છોડવાના બદલે રજા ઉપર ઉતરી જવાનું મુનાસીફ સમજતા અનેક ડ્રાઈવરો કોઈના કોઈ બહાને રજા ઉપર ઉતરી જતાં આજે સવારથી પ્રથમ શેડ્યુલમાં જ અનેક રૂટ પર સીટીબસ સેવા ખોરવાઈ ગઈ હોવાનું જાણવા મળેલ છે.
મનપાના સુત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે ડ્રાઈવરોએ રાજીનામા આપી દેતા 25 બસના રૂટ બંધ રહ્યા હતાં. જેની સામે ગઈકાલે સાંજથી અમુક ડ્રાઈવરોએ રજા રિપોર્ટ મુકવાનું શરૂ કર્યુ હતું. અકસ્માત પ્રકરણમાં જવાબદારી કોની ફિક્સ થાય તેનો નિવેડો આજ સુધી તંત્ર અને એજન્સી દ્વારા લાવવામાં આવ્યો નથી. જેના કારણે ડ્રાઈવરો મુંજવણામાં મુંકાઈ ગયા છે. રાજીનામું આપ્યા બાદ ફરી વખત નોકરી માટે ફાફા મારવા પડેતેવી સ્થિતિનું સર્જન ન થાય એટલા માટે અનેક સમજુ ડ્રાઈવરોએ માંદગી સહિતના બહાના હેઠળ રજા રિપોર્ટ મુકવાનું શરૂ કર્યુ છે. જેના લીધે આજે સવારથી 6 વાગ્યાના સિડ્યુલમાં દોડતી અનેક સીટીબસ ડેપોમાં જોવા મળી હતી.
આ બાબતે તપાસ કરતા માલુમ પડેલ કે, મુખ્યત્વે મોટા રૂટ ઉપર દોડતી સીટીબસના અનેક ડ્રાઈવરો રજા ઉપર ઉતરી ગયા છે. જેના સ્થાને નવો ડ્રાઈવર તાત્કાલીક લગાવવો મુશ્કેલ હોય અમુક રૂટ ટુકાવી નાખવામાં આવ્યા છે. અથવા જે રૂટ ઉપર વધુ બસ દોડતી હોય ત્યાંથી આ બસોને બંધ થયેલા રૂટો પર દોડાવવામાં આવી રહ ી છે. આ મુદ્દે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ફરી વખત એજન્સી સાથે મિટિંગ યોજાઈ તેવું લાગી રહ્યું છે. છતાં આજે અનેક ડ્રાઈવરો રજા ઉપર ઉતરી જતાં સેંકડો રૂટ ઉપર દોડતી બસોના થપ્પા ડેપોમાં જોવા મળ્યા હતાં. જેના લીધે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ટીપરવાન સેવામાં અસર દેખાઈ
સીટીબસ અકસ્માત બાદ મનપા દ્વારા ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં કમિટિ બનાવવામાં આવી છે. જેના દ્વારા છેલ્લા ત્રણ દિવસથી તમામ સીટીબસોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી ડ્રાયવરોના લાયસન્સ સહિતના મુદ્દે તપાસ શરૂ કરાઈ છે. પરંતુ સેરી-ગલીઓ અને સીટીબસ કરતા વધુ સંખ્યામાં ફરતી ટીપરવાનના ડ્રાઈવરો પાસે લાયસન્સ છે કે કેમ તે અંગે પણ તંત્રએ રહી રહીને તપાસ શરૂ કરી છે. આ મુદ્દે પર્યાવરણ વિભાગે જણાવેલ કે, તંત્ર દ્વારા ટીપરવાનના ડ્રાઈવરોના લાયસન્સ દર માસે ચેક થાય છે. છતાં ફરી વખત ચેકીંગ શરૂ કરાયું છે. જેના લીધે સમયનો બગાડ થતાં ટીપરવાન સેવામાં આવે અસર જોવા મળી હતી.
