અમરેલીમાં નકલી પોલીસ ID સાથે ઝડપાયેલા વોન્ટેડના 4 દિવસના રિમાન્ડ મંજૂર

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડેડાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂૂની 6 બોટલો…

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડેડાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂૂની 6 બોટલો અને ગુજરાત પોલીસનું બનાવટી ઓળખપત્ર (આઈકાર્ડ) મળી આવ્યું હતું. પકડાયેલ આરોપી 32 વર્ષીય ચિરાગ ગોબરભાઈ જાદવ અમદાવાદના હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી હતો અને લાંબા સમયથી ફરાર હતો.

પોલીસને કારમાંથી દારૂૂ મળતા શંકા ગઈ હતી, જેથી વધુ તપાસ હાથ ધરવામાં આવી. કારના સ્ટીયરિંગ પાસે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ગુજરાત પોલીસનું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું હતું. આ આઈકાર્ડમાં આરોપી ખાખી વર્દીમાં દેખાતો હતો, જેનો ઉપયોગ તે લોકોમાં ભય પેદા કરીને પૈસા પડાવવા માટે કરતો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચિરાગ જાદવ અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલા હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી હતો. તેણે પોતાના સાગરીતો સાથે મળીને નકલી પોલીસ બનીને એક વ્યક્તિ પાસેથી આશરે 3 લાખ રૂૂપિયા પડાવ્યા હતા.

આ ઉપરાંત, સુરત અને અમદાવાદમાં મારામારી અને લૂંટ સહિતના 6થી વધુ ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે. ખાંભા પોલીસે આરોપી ચિરાગ જાદવની ધરપકડ કરીને અંદાજે 2 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના આધારે પોલીસ હવે આ સમગ્ર રેકેટના અન્ય સાગરીતો અને તેની સાથે સંકળાયેલી કડીઓ શોધવા માટે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *