અનેક વખત ગાળિયા કાપી નાખ્યા, સતત એક કલાક મહેનત કરી બચાવ્યો
ઉના તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા નવાબંદરના પીલુડી વિસ્તારમાં અચાનક ભારે અફરાતફરી મચી લોકો ના ટોળેટોળાં ઉમટવા લાગ્યા એક આવનારું કુવા મા શિકાર ની શોધમાં નિકળેલા એક ડાલામથ્થો સિંહ અકસ્માતે કૂવામાં ખાબક્યો હતો. જેની ગર્જના સાંભળવા મળતા જીવ બચાવવા નો જંગ પુરો કરવા ઉના ના જસાધાર વન વિભાગના આરએફઓ કુલદીપ ચૌહાણ ને આ ઘટનાની જાણ કરાતા, ફોરેસ્ટર જીતેન્દ્ર બાંભણીયા અને હરદીપભાઈ સહિતની ટીમ અત્યાધુનિક રેસ્ક્યુ ટીમ સજ્જ થઈને મારતી ગાડીએ પળવારમાં ઘટનાસ્થળે પહોંચી હતી.
પિલુડી વિસ્તારમાં આવેલા એક 30 ફુટ ઉંડા આવનારું કૂવાની ઊંડાઈ પર નજર નાખતા જ એક કદાવર નર સિંહ ભયાનક ગર્જનાઓ કરતો દૃશ્યમાન થયો હતો. વનરાજ કૂવામાં જમા થયેલા પાણીના સ્તર થી અંદાજે 10 થી 15 ફૂટ ઉપરના ભાગે ટેકો લઈને બેઠો હતો.સિંહ ગમે ત્યારે છલાંગ મારીને બહારનીકળી હુમલો કરી શકે તેવી પ્રબળ શક્યતાઓને જોતા, વન વિભાગ માટે આ ઓપરેશન અત્યંત જોખમી અને પડકારજનક સાબિત થઈ રહ્યું હતું. ધટના સ્થળે બચાવના દોરડાને વનરાજ ટુકડા કરી નાખતો હતો આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સિંહને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ભીડને કાબૂમાં લેવા અને લોકોની તેમજ સિંહની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન વિભાગને તાકીદે પોલીસ કાફલાની મદદ લેવાની ફરજ પડી હતી. સિંહને સલામત બહાર લાવવા માટે કૂવામાં મજબૂત દોરડા ઉતારવામાં આવ્યા, પરંતુ વનરાજ મિજાજ ગુમાવીને વારંવાર પોતાના તીક્ષ્ણ દાંત વડે દોરડાના ટુકડે-ટુકડા કરી નાખતા હતા.
રેસ્ક્યુ ટીમ અને સિંહ વચ્ચે 30 મિનિટ સંતાકૂકડી ચાલી હતી વન વિભાગના નિષ્ણાતો દ્વારા સિંહનાં પગમાં દોરડું ફસાવવાનો પ્રયાસ થતો, ત્યારે તે પળવાર માં દોરડું કાપીને ફરી કૂવાના પાણીમાં ઉતરી જતો હતો. તેમ છતાં, વન વિભાગના કર્મનિષ્ઠ જવાનોએ હાર માન્યા વગર સતત ધૈર્યપૂર્વક પોતાના પ્રયાસો જારી રાખ્યા હતા.આખરે, 1 કલાકના અથાક પરિશ્રમ બાદ સિંહ દોરડાના ગાળિયામાં બરાબર ફસાયો હતો. વન વિભાગે વ્યુહાત્મક રીતે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કૂવાના કાંઠે પાંજરું ગોઠવ્યું અને વનરાજને સફળતા પૂર્વક પાંજરે પૂરી દેતા રાહતનો શ્વાસ લીધો હતો અને કુવા માંથી સલામત રીતે રેશકયુ કરેલા સિંહ ને વન વિભાગ ના જસાધાર ખાતે આવેલા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા હતા.
વન વિભાગની આ સમયસૂચકતા અને સાહસને કારણે માનવ અને વન્યજીવ બંનેની સુરક્ષા સાથે આ રેસ્ક્યુ ઓપરેશન સુખદ રીતે પૂર્ણ થયું હતું. નવાબંદર નો પીલુડી વિસ્તાર ફોરેસ્ટ વિભાગ હેઠળ આવતો હોય આ વિસ્તારમાં ખુલ્લો અવાવરૂૂ કૂવો આવેલ હતો આ કૂવો 30 ફૂટ જેટલો ઊંડો હતો તેમા પાણી પણ હોય વહેલી સવારે શિકાર ની શોધમાં નિકળેલા સિંહ જોડીમાંથી એક સિંહ કુવામાં ખાબક્યો હતો.
