સરકારની સૂચના બાદ રાજકોટની હોટેલો, રેસ્ટોરન્ટ સહિતના એકમોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા ખળભળાટ, 60 એકમોને નોટિસ
રાજકોટ શહેરમાં મોટાભાગનાં રેસ્ટોરન્ટ અને હોટલોમાં સબ્જી સહિતની આઈટમોમાં વપરાતું પનીર શુધ્ધ હોય છે કે એનાલોગ તેની લોકોેને ખબર નથી. સરકારની સુચના હોવા છતાં અનેક રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને અંધારામાં રાખી વનસ્પતિજન્ય ફેટમાંથી બનાવવામાં આવેલ પનીર અસલના નામે ધાબડી દેવાતું હોવાની ફરિયાદો ઉઠતાં અને તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં ડુપ્લીકેટ પનીરનો મોટો જથ્થો પકડાયા બાદ સરકારની કડક સુચના આવતાં મહાનગરપાલિકાના આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી હોટલ, રેસ્ટોરન્ટ અને પનીરનું વેચાણ કરતાં એકમો ઉપર કડક ચેકીંગ હાથ ધરી 60થી વધુ એકમોને નોટિસ ફટકારતાં ખળભળાટ મચી ગયો છે. આ ચેકીંગ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ આરોગ્ય વિભાગમાંથી જાણવા મળેલ છે.
ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડેરી એનાલોગ’ (વનસ્પતિજન્ય ફેટમાંથી બનેલું નકલી પનીર) અંગે બહાર પાડવામાં આવેલા કડક પરિપત્ર બાદ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડેરી એનાલોગ’ (વનસ્પતિજન્ય ફેટમાંથી બનેલું નકલી પનીર) અંગે બહાર પાડવામાં આવેલા કડક પરિપત્ર બાદ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યો હતો. છેલ્લા બે દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ આઉટલેટ્સ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે કુલ 44 જેટલી પેઢીઓની મુલાકાત લઈ નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી છે.
રાજ્ય સરકારના નવા આદેશ મુજબ, જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ અસલી પનીરને બદલે વનસ્પતિ ફેટમાંથી બનેલા એનાલોગ પનીરનો ઉપયોગ કરતી હશે, તો તેણે મેનૂ કાર્ડમાં સ્પષ્ટપણે અક્ષફહજ્ઞલીય ઙફક્ષયયિ લખવું પડશે. દાખલા તરીકે, પનીર ટીક્કા મસાલાના બદલે એનાલોગ ટીક્કા મસાલા એવું નામ દર્શાવવું અનિવાર્ય છે. રાજકોટમાં કરાયેલી તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગ્રાહકોને અંધારામાં રાખીને આવું નકલી પનીર પીરસવામાં આવતું હોવાનું જણાતા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.
નિયમનો ભંગ કરનાર સામે કડક પગલાં
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર પનીરના નામે ડેરી એનાલોગ વેચવું એ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ મિસબ્રાન્ડિંગ અને છેતરપિંડીનો ગુનો બને છે. હોટલ, રેસ્ટોરન્ટ સહિતના એકમોએ ડિસ્પ્લે બોર્ડ કે મેનૂ કાર્ડમાં ગ્રાહકો વાંચી શકે તે રીતે જાહેરાત કરવી પડશે. જો આગામી દિવસોમાં આ શરતોનું પાલન નહીં કરવામાં આવે, તો ફૂડ સેફ્ટી એક્ટની કલમ 51, 53 અને 59 મુજબ ભારે દંડ અથવા લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે.
અખાદ્ય પનીર કેટલું ઝડપાયું? તંત્ર ચૂપ
મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી પનીરનો વપરાશ કરતાં તમામ એકમો ઉપર ચેકીંગ કામગીરી શરૂ કરી શુધ્ધ પનીર અને એનાલોગ પનીરની તપાસ પણ કરી છે. નિયમ મુજબ મેનુ અથવા બોર્ડ ઉપર વિગત દર્શાવેલ ન હોય ત્યારે ત્યાં ઉપયોગમાં લેવાતો અથવા વેચાણ થતો પનીરનો જથ્થો શંકાસ્પદ ગણાય છે છતાં 60 એકમોમાં ચેકીંગ દરમિયાન આ પ્રકારના પનીરનો કેટલો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે તેની માહિતી ગુપ્ત રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
