પોલીસે 59 છોડ સહિત 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભચાઉ-ગાંધીધામ હાઈવે પર આવેલી આઈ માતા હોટલ નજીક હનુમાનજી મંદિરના મહંતને ગાંજાના છોડ અને સુકા જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ભચાઉ પોલીસે કુલ રૂૂ.3.55 લાખથી વધુના ગાંજાના છોડ અને સૂકા ગાંજાનો જથ્થો જપ્ત કરી મહંત સામે ગુનો નોંધ્યો હતો.
પીઆઇ ડી.ડી.ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બોર્ડર રેન્જ IG ચીરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ જઙ સાગર બાગમારની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઈકબાલખાન નાગોરી અને કોન્સ્ટેબલ દિનેશ ગજ્જરને સચોટ બાતમી મળી હતી કે, હાઈવે પરના પ્રગટ પહાડી હનુમાનજી મંદિરના મહંતે પોતાના કબજા હેઠળના વિસ્તારમાં ગાંજાનું વાવેતર કર્યું છે.
આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી રૂૂ.3,40,000 ના મુલ્યના 6.800 કિલોગ્રામ વજનના ગાંજાના 59 છોડ તેમજ રૂૂ.15,500 ના મુલ્યનો 310 ગ્રામ સૂકા ગાંજા સહિત કુલ રૂૂ.3,55,500 ની કિંમતના માદક પદાર્થનો જથ્થો જપ્ત કરી મૂળ ઉત્તર પ્રદેશના હાલે પ્રગટ પહાડી હનુમાન મંદિર રહેતા 61 વર્ષીય મહંત લખનગિરિ ઉર્ફે મલખાનસિંઘ મુનશીલાલ ની અટકાયત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
