ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા દેવા નાથાભાઈ રાઠોડ નામના 60 વર્ષના શખ્સ સામે ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજથી આશરે ત્રણ વર્ષ પૂર્વેના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ગુના સંદર્ભે નામદાર અદાલતે આરોપીને છ માસની સાદી કેદની સજા તથા રૂૂપિયા સવા લાખ ચૂકવવા માટેનો હુકમ કર્યો હતો.
પરંતુ ઉપરોક્ત શખ્સ છેલ્લા આશરે એક વર્ષથી નાસતો ફરતો હોય, આને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી મીત રૂૂદલાલની સૂચના મુજબ ખંભાળિયા પોલીસના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સને ઝડપી લઇ, નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ કામગીરી ખંભાળિયાના હેડ કોન્સ્ટેબલ સામતભાઈ ગઢવી તથા કાનાભાઈ લુણાની બાતમીના આધારે કરવામાં આવી હતી.
જામજોધપુર માં નાસતો ફરતો આરોપી ઝડપાયો
જામજોધપુર પોલીસ સ્ટેશના જુગાર ધારા ના કેશ માં બે માસ થી નાસતા ફરતા પાટણ ગામના ચના ઉર્ફે કાના વિરમ ઓડેદરાને જામજોધપુર પોલીસ સ્ટેશનના રાજુભાઈ તથા કુલાણ ભાઈએ પેટ્રોલિંગ દરમ્યાન પકડી પાડેલ છે
