તળાજા પંથકના ખેડૂતોને ટેકાના ભાવે ચણાની ખરીદીમાં રૂા.125 વધુ મળશે

ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણની હાજરીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટીંગ યાર્ડમા લગભગ બારેય માસ કોઈને કોઈ જણસી આવતી રહેતી હોય છે.જિલ્લામા સૌથીવધુ…

ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણની હાજરીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ

ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટીંગ યાર્ડમા લગભગ બારેય માસ કોઈને કોઈ જણસી આવતી રહેતી હોય છે.જિલ્લામા સૌથીવધુ તળાજા ને શેત્રુંજી સિંચાઈ યોજના નો લાભ મળતો હોય અહીં બારેયમાસ ધરતી એ લીલી ચાદર ઓઢી હોયતેવા દ્રશ્ય જોવા મળે છે.આ વખતે તળાજા પંથકમાં ત્રણ હજાર થી વધુ હેકટમા ચણા નું વાવેતર થયું હોય સરકાર દ્વારા આજ થી ટેકાના ભાવે ચણા ની ખરીદી નો પ્રારંભ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ની હાજરી વચ્ચે કરવામાં આવ્યો હતો.

સતાવાર સાધનો એ જણાવ્યું હતુ કે તળાજા વિસ્તારની ત્રણ એજન્સી ને ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવાના હક્ક મળ્યાછે.સરકારે ટેકાનો ભાવ મણદીઠ રૂૂ.1175/- એ ખરીદી આજથી શરુકરી છે.3100 ખેડૂતો એ ટેકાનાભાવે ચણા વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવેલ છે.સારા ચણા હોય તો રૂૂ.1050 મા અહીં વેપારી ખરીદી કરે છે.સરેરાશ ભાવ 997/- આજ નો રહ્યો હતો. એક ખેડૂત વધુમાં વધુ 90 મણ ચણા ટેકાના ભાવે આપી શકશે. યાર્ડમાં હોલસેલ ખરીદી કરતા વેપારીઓ કરતા ખેડૂતો ને મણ દીઠ રૂૂ.125/- નો ભાવ વધુ મળશે.એ જોતા ખેડૂતો ને રૂૂ.11000/- નો ફાયદો થશે.

ખરીદકેન્દ્ર ના સંચાલક જગતસિંહ સરવૈયા એ જણાવ્યું હતુ કે 3100 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલ હોય એકાદ મહિનામાં પૂર્ણથઈ જશે. ખેડૂતો ને મેસેજ આવે છે તે ગાંધીનગર થી આવે છે.પેમેન્ટ પણ ઓન લાઈન ચૂકવાય છે. જોકે અહીં ખરીદી મજૂર અને ટ્રાન્સપોર્ટેશન અને યાર્ડ ની જગ્યા ને જોઈને કરવી પડતી હોય છે.અલગ અલગ ત્રણ એજન્સીને કામ મળેલ હોય ખેડૂતને જે મંડળીનો મેસેજ આવે એ મંડળીની ખરાઈ કરી નેજ ચણા ઉતારવા.અલગ મંડળી મા જણસી ઉતરી જાય તો ખેડૂતોને મહેનત વધી જશે.એ ઉપરાંત ચણા સાફ કરી ને લાવવા ના રહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *