વડિયા ડેમના દરવાજા રીપેરિંગ માટે પાણી છોડાતા જળ સંકટની સમસ્યાની ભીતિ

ગત વર્ષનુ અધૂરું કામ ચાલુ વર્ષે જળ સંકટ નોતરશે કે કોઈ રસ્તો નેતાઓ કાઢશે ? અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા વિસ્તાર ની…

ગત વર્ષનુ અધૂરું કામ ચાલુ વર્ષે જળ સંકટ નોતરશે કે કોઈ રસ્તો નેતાઓ કાઢશે ?

અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા વિસ્તાર ની જીવાદોરી સમાન સુરવો નદી પર આવેલો સુરવો ડેમ જે વડિયા વિસ્તાર માટે સિંચાઈ અને પીવાના પાણી માટે આશીર્વાદ સમાન ગણવામાં આવે છે.હાલ આ ડેમમાં મોટા જથ્થા માં પાણી ભરેલું છે પરંતુ આ ડેમ નો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને પાણી સુરવો નદીમાં વાહેવામાં આવ્યુ છે. આ બાબતે ડેમ પરના કર્મચારીનો સંપર્ક કરતા પાણી છોડવા બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે ગત વર્ષે ડેમનું રીપેરીંગ કામ કરવાનું ટેન્ડર થયુ હતુ પરંતુ ગત વર્ષે કામ પૂર્ણ ના થતા આ વર્ષે વિભાગની સૂચના મુજબ ડેમ રીપેરીંગ માટે ખાલી કરવાનો હોવાથી હાલ પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે.

આ પાણી છોડવાથી હાલ ખેડૂતોને ફાયદો થયો છે પરંતુ ઉનાળાની આખરમાં વડિયા ડેમમાં પાણી ના હોવાથી ભૂગર્ભ માં પાણીના તળ નીચા જશે અને ખેતી ના પાકને છેલ્લા પાણી માં મુશ્કેલી આવી શકે ઉપરાંત વડિયા ને પીવાનું પાણી પૂરું પાડતો કુવા માં પણ પાણી ના તળ નીચા જતા વડિયામાં પીવાના અને ઘર વપરાશ ના પાણી નુ સંકટ આવી શકે તેમ છે.જો ડેમના દરવાજાનું અને નીચેના ભાગનું રીપેરીંગ કામ વહેલી તકે પૂર્ણ થાય તો સૌની યોજનાથી પાણી ડેમમાં ભરી ને જળ સંકટ ટાળી શકાય તેવી શક્યતાઓ છે.

પરંતુ સુરવો નદીના ઉપરવાસમાં છેક રામપુર પાસે વાલ્વ હોવાથી એ લાંબા અંતરના નદીના પટ માં બીજા ચેકડેમના રીપેરીંગ કામ શરુ હોવાથી તે પૂર્ણ ના થાય ત્યાં સુધી સૌની યોજનાનું પાણી પણ છોડી શકાય તેમ નથી. આ તમામ ઘટના જોતા વડિયામાં ઉનાળાની આખરમાં પીવાના અને ઘર વપરાશ ના પાણીની સમસ્યા સર્જાશે તેવી શક્યતા હાલ નક્કી દેખાઈ રહી છે તેને નિવારવા ફરી નલ સે જલ યોજનાના બદલે ફરી જૂની પુરાની ટેન્કર પ્રથા જોવા મળી શકે અને વધુ સંકટ આવે તો બેડા યુદ્ધ પણ સામે આવી શકે છે.આગળ જતા મેં મહિનાના મધ્ય ભાગ પછી શું સ્થિતિ સર્જાય છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ આ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા લોકહિત માં આગળ થી આયોજન કરવુ જરૂૂરી બંને છે જેથી આવનાર સંકટ ને હળવું કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *